ડાયમંડ હાર્બરની મુલાકાતમાં નડ્ડાના કાફલા ઉપર હુમલો
કાફલામાં પક્ષના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય પણ હતા, કાર્યકરો ઉપર લાકડીઓથી હુમલો અને પથ્થરમારો
કોલકાતા, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસ પર મામલો ગરમાઈ રહ્યો છે. ડાયમંડ હાર્બર જતી વખતે નડ્ડાના કાફલા પર પથ્થરમારો થયો છે. આ દરમિયાન કાર્યકર્તાઓ પર લાકડીના ડંડા મારીને હુમલો કરવામાં આવ્યો. ભાજપના મહાસચિવ કૈલાશ વિજવર્ગીય પણ આ જ કાફલા સાથે હતા. તેમની ગાડીના પણ કાચ તૂટ્યા છે. આ પહેલા ભાજપના અધ્યક્ષ નડ્ડાએ સુરક્ષા ચૂકનો આરોપ લગાવ્યો છે. આ સંબંધમાં બંગાળ ભાજપ યુનિટના અધ્યક્ષ દિલીપ ઘોષે સ્થાનિક તંત્ર અને અમિત શાહને પત્ર પણ લખ્યો છે. પ્રદર્શનકારીઓએ ડાયમંડ હાર્બરમાં રસ્તો જામ કરવાની કોશિશ કરી. આ રસ્તા પરથી જેપી નડ્ડાનો કાફલો પસાર થઈ રહ્યો હતો. જેપી નડ્ડાના કાફલા પર પથ્થરમારો પણ થયો. કહેવાય છે કે પશ્ચિમ બંગાળમાં કૃષિ કાયદાને લઈને વિરોધ થઈ રહ્યો છે. કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કર્યું, બંગાળ પોલીસે પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યક્રમની માહિતી આપી હતી, પરંતુ ફરી એકવાર બંગાળ પોલીસ નિષ્ફળ રહી.
સિરાકોલ બસ સ્ટેન્ડ પાસે પોલીસ સામે જ ટીએમસી ગુંડાએ અમારા કાર્યકર્તાઓને માર્યા અને મારી ગાડી પર પથ્થરમારો કર્યો. આ પહેલા નડ્ડાના પ્રવાસ પર સુરક્ષા ચૂકનો આરોપ લગાવીને પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ચૂક થઈ છે. કાલે તેમના કાર્યક્રમમાં પોલીસ તૈનાત નહોતી. મેં આ મામલે વહીવટી તંત્ર અને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. જણાવી દઈએ કે જેપી નડ્ડાના પશ્ચિમ બંગાળ પ્રવાસનો બીજાે દિવસ છે. તેઓ ૨૪ દક્ષિણ પરગનામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે.
બુધવારે બંગાળ પ્રવાસ પર પહોંચેલા નડ્ડા કોલકાતામાં રાજ્ય ચૂંટણી કાર્યાલય અને ૯ જિલ્લામાં ભાજપ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા જેવા નડ્ડા ભાજપ ઓફિસ પહોંચ્યા તો કેટલાક લોકોએ તેમની ઓફિસની બહાર હોબાળો શરુ કર્યો હતો. આ દરમિયાન ગો બેકના નારા લગાવ્યા હતા. કહેવાય છે કે કૃષિ બિલને જેપી નડ્ડાનો વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપનો આરોપ છે કે હોબાળો કરનારા તૃણમૂલ કોંગ્રેસના સમર્થક હતો. જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકારણ ઘણું જ તેજ થઈ ગયું છે.
જેપી નડ્ડાએ પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને તે દરમિયાન તેમણે કહ્યું કે ભાજપે બંગાળમાં લાંબો પ્રવાસ કર્યો છે. ૪ ટકા વોટ શેરથી શરુ કરીને ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી દરમિયાન પાર્ટીને ૪૦% વોટ શેર મળ્યા છે. તેમણે કહ્યું કે ૨૦૨૧માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૨૦૦ બેઠક મળશે.SSS