Western Times News

Gujarati News

રાજસ્થાનમાં મહિલાએ પ્રેમી સાથે મળી દિયરની હત્યા કરી

કોટા, મનમાં કેટલીક શંકા-કુશંકાઓ ઘર કરી જતી હોય છે જેનું સમય જતા સમાધાન કરવામાં ના આવે તો તેમાં સતત વધારો થતો રહે છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં બની છે. મહિલાએ પોતાના પ્રેમી જાેડે મળીને ૪૦ વર્ષના દીયરની કથિત હત્યા કરી નાખવાની ઘટના બની છે. આ હત્યા પાછળનું કારણ છે કેટલીક શંકા-કુશંકાઓ.
પોલીસે બુધવારે જણાવ્યું કે, ઝાલાવાડ જિલ્લામાં બનેલી ઘટનામાં ભાભીને એવી શંકા હતી કે દીયર તેના અસ્થિર મગજના પતિને ખોટી રીતે ચઢાવે છે અને તેના કારણે પતિ તેના પર જુલમ ગુજારી રહ્યો છે. આ ઘટનામાં મહિલા અને તેનો પ્રેમી શંકાના ઘેરામાં છે અને પોલીસ દ્વારા કેસમાં ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસે ભાભી અને તેમના કામવાળા બન્નેની બુધવારે દીયર સિયારામ મીનાની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે જાેકે, મહિલાનો પ્રેમી હજુ સુધી ફરાર છે.

ઝાલાવાડના એસપી કિરણ કાંગ સિદ્ધુએ જણાવ્યું છે કે, ચાંદનિયાખેડી ગામના રહેવાસી સિયારામની બોડી ખેતી માટે બોરેખેડી ગામમાં બનાવેલા કૂવામાંથી સોમવારે સવારે મળદ આવી હતી. એસપી કિરણે આગળ એ પણ જણાવ્યું મૃતકના શરીર પર દાઝેલાના નિશાન પણ દેખાય છે. આ ગુનામાં શંકના ઘેરામાં આવતા બે લોકોની આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે, જેમાં ચાંદનિયાખેડી ગામના ૪૧ વર્ષના ગુડ્ડી બાઈ કે જે મૃતકની ભાભી છે અને મહિલાના ૩૦ વર્ષના નોકર શ્યામ ભીલનો પણ સમાવેશ થાય છે, શ્યામ ભીલ છત્તીસગઢનો રહેવાસી છે.

પોલીસ પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે, બન્નેની ધરપકડ કરવામાં આવી છે જેમાં મહિલાએ પોતાના પ્રેમી સોનુ માલી અને નોકર શ્યામની સંડોવણી હોવાની કબૂલ્યું છે. આરોપી મહિલાએ જણાવ્યું કે, અમે સિયારામને ખેતરમાં ટોર્ચ લેવા માટે આવવા માટે કહ્યું હતું અને તે રવિવારે રાત્રે ત્યાં પહોંચ્યો હતો, તેના પર સોનું અને શ્યામ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી તેમણે સિયારામની બોડીને કૂવામાં ફેંકી દીધી હતી. પોલીસે જણાવ્યું કે, યુવકની હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીઓને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.