નેત્રંગના કુરી ગામના સ્મશાન નજીકના કોતરમાં જુગાર ઉપર પોલીસની રેડ : સાત ઈસમો ઝડપાયા બે વોન્ટેડ
રોકડા,મોબાઈલ અને મોટર સાયકલ મળી ૭૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ તથા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન અને જુગારની પ્રવુતિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા સુચના આપી હતી.જેના અનુસંધાને નેત્રંગ પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે કુરી ગામના સ્મશાન નજીક આવેલ કોતરમાં ઉડી ગામનાં મણીલાલભાઈ ઉર્ફે મનુ છોટુભાઈ વસાવા કેટલાક માણસોને ભેગા કરી ગેરકાયદેસર રીતે ગંજીપાના વડે પૈસા થી હારજીતનો જુગાર રમે છે.જે બાતમીના આધારે ઉપરોક્ત જગ્યાએ પંચો સાથે રેઈડ કરતા સ્થળ ઉપર કુલ ૦૭ ઈસમો ઝડપાઈ ગયા હતા.
જેઓની પૂછપરછ કરતા તેઓ એ પોતાના નામ (૧) અરૂણભાઈ અશ્વિનભાઈ વસાવા ઉ.વ.૩૨ રહે.કુરી વડફળિયુ,તા.નેત્રંગ, જી.ભરૂચ (૨) કમલેશભાઈ નવલભાઈ વસાવા ઉ.વ.૨૯ રહે,નેત્રંગ, જીન બજાર,તા.નેત્રંગ,જી.ભરૂચ (૩) અંકિતભાઈ રાજુભાઈ વસાવા ઉ.વ.૧૯ રહે.નેત્રંગ, કોમ્યાકોલા,તા.નેત્રંગ,જી.ભરૂચ (૪) સંતોષભાઈ સનદભાઈ વસાવા ઉ.વ.૨૭ રહે.નેત્રંગ જીન બજાર,તા.નેત્રંગ, જી.ભરૂચ (૫) જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ મણીલાભાઈ વસાવા ઉ.વ.૩૨,રહે.નેત્રંગ કોમ્યાકોલા,તા.નેત્રંગ, (૬) ધીરૂભાઈ વસાવા ઉ.વ.૨૨ રહે.ઉડી સમડી ફળિયુ, તા.નેત્રંગ, જી.ભરૂચ અને (૭) કૈલેશભાઈ છનાભાઈ વસાવા ઉ.વ.૨૬,રહે. ફોકડી, તા.નેત્રંગ, જી.ભરૂચનાઓ જણાવેલ તમામ ની પોલીસે અંગ જડતી કરતા રોકડા રૂપિયા ૧૦,૧૨૦ તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૭,૫૯૦ મળી કુલ રોકડા રૂપિયા ૧૭,૭૧૦ તેમજ મોબાઈલ ફોન નંગ ૬ જેની કુલ કિંમત રૂપિયા ૨૧,૦૦૦ તથા મોટર સાયકલ નંગ ર જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦ મળી કુલ ૭૮,૭૧૦ નો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો હતો.
તો પોલોસ ની રેડ જોઈને ઘગના સ્થળે થી (૧) મણીલાલભાઈ ઉર્ફે મનુ છોટુભાઈ વસાવા (૨) કૈનયાભાઈ રામસંગભાઈ વસાવા બંન્નેવ રહે,ઉંડી તા.નેત્રંગ નાઓ ફરાર થઈ જતા પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા સાત ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.