પ્લેનના ક્રૂ મેમ્બર્સને ડાઇપર પહેરવા ચીને સલાહ આપી
બીજિંગ: કોરોના સંક્રમણ ફેલાવાના સાધનોને લઈને હજુ પણ વૈજ્ઞાનિકોમાં મતભેદ છે. જાેકે ચીને હવે કોરોના સંક્રમણ ફેલાવાતું રોકવા માટે એરલાઇન્સના કર્મચારીઓને ખાસ કરીને ક્રૂ મેમ્બર્સ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ નવી ગાઇડલાઇન્સમાં એરહોસ્ટેસ અને અન્ય ક્રૂ મેમ્બર્સને ફ્લાઇટ દરમિયાન ટૉઇલેટનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. ચીનની સિવિલ એવિએશન રેગ્યુલેટરે આ પહેલા તેમને ડિસ્પોજેબલ ડાઇપર ઉપયોગ કરવા માટે કહ્યું છે. સીજીટીએનના એક રિપોર્ટ મુજબ, ચીનની આ નવી ગાઇડલાઇન બાદ ચર્ચા છે કે ટૉઇલેટથી પણ કોરોના ફેલાવાના પુરાવા મળ્યા છે. આ સમગ્ર ગાઇડલાઇન ૩૮ પેજની છે.
તેને ખાસ કરીને એવા સ્થળો સુધી જનારા ક્રૂ મેમ્બર્સ માટે છે જ્યાં દર ૧૦ લાખ લોકો પર ૫૦૦થી વધુ સંક્રમિત મળી રહ્યા છે. ડાઇપરને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની યાદીમાં સામેલ કરી છે. માત્ર કેબિન ક્રૂને ડાઇપર પહેરવા માટે કહેવામાં આવ્યું છે. પ્લેનના તમામ ક્રૂ મેમ્બર્સને માસ્ક, ડબલ લેયરવાળા ડિસ્પોજેબલ મેડિકલ રબર ગ્લોવ્સ, ચશ્મા, ડિસ્પોજેબલ કેપ, ડિસ્પોજેબલ કપડા અને શૂ કવર પહેરવાની સલાહ આપવામાં આવી છે. ગાઇડલાઇન્સ મુજબ, પ્લેનના કેબિન એરિયાથી સંક્રમણ ફેલાવાના અનેક મામલા સામે આવી ચૂક્યા છે. તેને ધ્યાનમાં લઈને હવે ચીને પ્લેનના સફરને સુરક્ષિત બનાવવા માટે અનેક પગલા ભરવાનો ર્નિણય લીધો છે.
આ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે કોકપિટમાં બેઠેલા લોકો સંક્રમિત ન થઈ શકે. કેબિન એરિયાને બફર ઝોન બનાવવાની સલાહ આપવામાં આવી છે. તેને સ્વસ્છ રાખવા અને પડદા લગાવીને તેને ક્વૉરન્ટિન એરિયામાં ફેરવી દેવા માટે કહેવામાં આવ્યું છે. આવું પ્લેનમાં સવાર બીજા મુસાફરોથી સંક્રમણ કેબિન ક્રૂ મેમ્બર્સ સુધી પહોંચતા રોકવા માટે કરવામાં આવશે. પ્લેનેની છેલ્લી ત્રણ સીટોને પણ પડદા લગાવીને અલગ કરવામાં આવશે. તેને પણ ઇમરજન્સી ક્વૉરન્ટિન એરિયામાં બદલવામાં આવશે.