કંડક્ટરે બેસવાનું કહેતા યુવતીએ લાફો મારી દીધો
નવી દિલ્હી: બસમાં મુસાફરી કરી રહેલી એક યુવતીને સલાહ આપવી કંડક્ટરને ઘણી મોંઘી પડી ગઈ. મળતી માહિતી મુજબ યુવતી બસ ડ્રાઇવરની પાસે ઊભી હતી. તેને જાેઈને કંડક્ટરે તેને ઊભા રહેવાને બદલે સીટ પર બેસવા માટે કહ્યું. આ વાત પર યુવતી ભડકી ગઈ અને કંડક્ટરનો લાફો મારી દીધો. આરોપ છે કે કંડક્ટર સાથે મારપીટ કર્યા બાદ યુવતીએ ફોન કરીને કેટલાક યુવકોને ત્યાં બોલાવી લીધા. આ યુવકોએ પણ કંડક્ટરની સાથે મારપીટ કરી અને બસમાં તોડફોડ કરી. ઘટના બાદ પીડિત કંડક્ટરે મામલાની ફરિયાદ પોલીસને કરી. પીડિતની ફરિયાદના આધારે દ્વારકા નોર્થ પોલીસે આરોપી યુવતી અને તેણે બોલાવેલા યુવકોની વિરુદ્ધ કેસ નોંધી દીધી છે.
હાલ પોલીસ તપાસ કરી રહી છે. મળતી જાણકારી મુજબ, શિવ કુમાર શાદીપુર બસ ડેપોમાં કંડક્ટરના પદ પર કામ કરે છે. નહેરુ પ્લેસ રૂટની બસ પર તેની ડ્યૂટી લાગેલી હતી. બસ જેવી દ્વારકા સેક્ટર ત્રણ સ્થિત નેતાજી સુભાષ ટેક્નોલોજી સંસ્થાની પાસે પહોંચી તો બસમાં એક યુવતી સવાર થઈ. યુવતી બસમાં ઊભી રહીને મુસાફરી કરી રહી હતી. કંડક્ટરે યુવતીને ઊભા રહેવાને બદલે બેસી જવાની સલાહ આપી. કંડક્ટરની વાત સાંભળીને યુવતી થોડીવાર માટે સીટ પર બેસી ગઈ. પછી અચાનક ચાલકની પાસે જઈને ફરીથી ઊભી થઈ ગઈ. ચાલકે પણ વાંધો ઉઠાવ્યો અને યુવતીને બેસી જવા માટે કહ્યું. તેની પર યુવતીએ વળતો જવાબ આપ્યો કે તેને મધુ વુહાર જવું છે.
ત્યારબાદ ફરી ચાલકે યુવતીને બેસવા માટે કહ્યું અને સ્ટોપ આવતાં બસ ઊભી રાખવાની વાત કહી. આરોપ છે કે, યુવતીએ ચાલકની વાત ન માની અને ઝઘડો કરવા લાગી. વાત વધતી જાેઈને કંડક્ટર પણ પહોંચી ગયો અને યુવતીને સીટ પર બેસવાની વાત કહી. આ વાત પર યુવતી વધુ નારાજ થઈ ગઈ અને કંડક્ટરને ગાળો આપવા લાગી. વાત એ હદે વધી ગઈ કે યુવતીએ કંડક્ટરને લાફો મારી દીધો. મામલો ત્યાંથી પત્યો નહીં.
ત્યારબાદ યુવતીએ ફોન કરી કેટલાક યુવકોને બોલાવી દીધા. યુવકો બાઇક પર સવાર થઈને આવ્યા અને બસને ઓવરટેક કરીને રોકી. ત્યારબાદ યુવકોએ પણ અભદ્રતા કરી. કંડક્ટરે પોલીસે કરેલી ફરિયાદમાં કહ્યું કે બસમાં હાજર લોકોએ પણ યુવકોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ માન્યા નહીં. હવે પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.