ઘરમાં ઘૂસેલા આખલાએ માલિકને ઘાયલ કરી દીધા
નવી દિલ્હી: ઋષિકેશની આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ઘટનાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. લોકો આ ઘટના ખુબ રસ લઈ વાંચી રહ્યા છે, કારણ કે, ઘરમાં ઘુસી ગયા આખલા અને ઘરના માલિકને ઘાયલ કરી બેડરૂમમાં પહોંચી ગયા અને ઘર વેર વિખેર કરી દીધુ છે. લોકો ઋ,કિેશ નગર નિગમ તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. સાથે પોતાના વિસ્તારમાં પણ રખડતા ઢોરના આતંક વધી ગયો હોવાનો બળાપો કાઢી રહ્યા છે. આ ઘટના બે દિવસ જુની છે. બનખંડીમાં નગર નિગમ પા્રષદ અનીતા રૈનાનું આવાસ છે. તેમની નજીકમાં જ તેમના જેઠનું ઘર છે. આ ઘટના સમયે જેઠના ઘરનો દરવાજાે ખુલ્લો હતો.
જેઠ જ્યારે ઘરના આંગણામાં ખુરશી પર બેઠા હતા. ત્યારે જ બે આખલા લડાઈ કરતા ઘરની અંદર ઘુસી ગયા. અનીતાના જેઠને ટક્કર મારી તેમને નીચે પાડી દીધા અને ઘરમાં ઘુસી ગયા. લોકો સમજે તે પહેલા તો, જેઠ નીચે પડી ગયા આખલા લડતા-લડતા ઘરના બેડરૂમમાં ઘુસી ગયા. ઘર પર હાજર અન્ય સભ્યોએ બુમો પાડવાનું શરૂ કરતા આસપાસના પાડોશીઓ પણ ઘરે પહોંચી ગયા, પાડોશીઓ ઘરે પહોંચેં તે પહેલા અન્ય બે ગાય પણ ઘરમાં ઘુસી ગઈ. બધા એકબીજા સાથે લડવા લાગ્યા. એક આખલો તો બેડરૂમમાં ડબલ બેડ પર ચઢી ગયો.
જે ફોટોમાં સ્પષ્ટ જાેઈ શકાય છે. પાડોશીઓ અને ઘરના સભ્યો આખલા અને ગાયને ઘરમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરતા રહ્યા. આ લોકોની લડાઈમાં જેઠ સહિત કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘણી મહેનત બાદ આકલા અને ગાયને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા. બતાવાવમાં આવી રહ્યું છે કે, ગાય અને આખલાઓની લડાઈમાં ઘરમાં પણ ઘણું નુકશાન પહોંચ્યું છે.