સલમાન ખાને ખેતી કરતી તસવીરો શેર કરતા ફેન્સ ખુશ
મુંબઈ: સલમાન ખાન સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ છે અને તે તેની નવી નવી તસવીરો અવાર નવાર શેર કરતો જ રહે છે. સલમાન ખાને ગત રોજ એક તસવીર જ તેણે શેર કરી હજી જેમાં તે ખેતી કરતો નજર આવે છે. આ તસવીર પર ફેન્સ રિએક્શન આપી રહ્યાં છે. તેણે ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, મા ધરતી આ થોડા સમય પહેલાં લોકડાઉનનાં સમયમાં સલમાન ખાને વાવણી કરતી તસવીરો તેનાં સોશિયલ મીડિયામાં શેર કરી હતી. અને હવે તે વાવણીને કાપતો નજર આવી રહ્યો છે.
આ તમામ તસવીરો અને વીડિયો સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અને તેની આ તસવીરોને જાેતજાેતામાં લાખો લાઇક્સ મળી રહી છે. તે તેનાં પનવેલ સ્થિત ફાર્મ હાઉસ પર લોકડાઉનનાં સમયમાં રહ્યો હતો અને હાલમાં પણ કોરોનાનાં કેસીસ વધુ હોવાને કારણે તે તેનો મોટાભાગનો સમય તેનાં પનવેલનાં હાઉસ પર વિતાવી રહ્યો છે. સલમાન ખાન ઇદ પર ફેન્સ ધમાકેદાર સપ્રાઇઝ આપવામાં આવ્યો છે.
અક્ષય કુમાર બાદ સલમાન ખાન એક એવો એક્ટર છે. જેણે લોકડાઉન ખુલ્યા બાદ શૂટિંગ શરૂ કરી દીધી છે. હાલમાં સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ’ની શૂટિંગ પૂર્ણ કરી છે. હવે તે ફિલ્મ ‘અંતિમ ધ ફાઇનલ ટ્રુથ’ની શૂટિંગ કરી ચૂકી છે. હાલમાં જ અર્પિતા ખાનનાં પતિ અને સલમાનનાં બનેવી આયુષ શર્માએ સલમાન ખાનનાં માથે પાઘડી બાંધી છે.