Western Times News

Gujarati News

કપિલે પુત્રી અનાયરાનો પહેલો જન્મદિન ઉજવ્યો

કોમેડી કિંગ કપિલ શર્મા અને ગિન્ની ચતરથની દીકરી અનાયરા શર્મા એક વર્ષની થઈ ગઈ છે. ૧૦મી ડિસેમ્બરે લાડકલીનો બર્થ ડે હોવાથી કપલે સેલિબ્રેશન કર્યું હતું. જેની તસવીરો કપિલે ઈન્ટાગ્રામ પર શેર કરી છે. સાથે જ પ્રેમ વરસાવવા માટે દરેકનો આભાર માન્યો છે. લિટલ મંચકિનના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરતાં કપિલે લખ્યું છે કે, ‘અમારી લાડોને તેના પહેલા જન્મદિવસ પર તમારો પ્રેમ અને આશીર્વાદ મોકલવા બદલ ખૂબ-ખૂબ આભાર. પહેલા બર્થ ડે પર અનાયરાએ પિંક કલરનું ફ્રોક પહેર્યુ હતું,

જેમાં તે એકદમ ક્યૂટ લાગી રહી હતી. ગિન્ની, કપિલ અને તેની મમ્મીએ બ્લેક ટી-શર્ટ પહેર્યું હતું, જેમાં લખ્યું હતું કે ‘અનાયરા ટર્ન્સ વન’ (અનાયરા એક વર્ષની થઈ). કેક પણ અનાયરાના આઉટફિટને મેચ થાય તેવી લાવવામાં આવી હતી, જ્યારે ડેકોરેશન અંડરવોટર થીમ પર કરવામાં આવ્યું હતું. કપિલે જે તસવીરો શેર કરી છે તેમાંથી એકમાં અનાયરા દાદીના ખોળામાં રમતી દેખાઈ રહી છે. અનાયરાના બર્થ ડે સેલિબ્રેશનમાં કપિલના ફ્રેન્ડ્‌સ પણ હાજર રહ્યા હતા. કપિલ શર્મા અને ગિન્ની ચતરથે વર્ષ ૧૨મી ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ લગ્ન કર્યા હતા.

૧૦મી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. કપિલે પોતાની દીકરીની પહેલી તસવીર સૌથી પહેલા પોતાની ફેવરિટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને શો દરમિયાન દેખાડી હતી. દીપિકા પણ અનાયરાની તસવીરો જાેઈને ખુશ થઈ ગઈ હતી. કપલના નજીકના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ગિન્ની બીજી વખત પ્રેગ્નેન્ટ છે અને જાન્યુઆરી ૨૦૨૧માં તેમના બીજા સંતાનનો જન્મ થશે. કપિલની માતા પણ મુંબઈ આવી પહોંચ્યા છે જેથી તેઓ પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાઓમાં પુત્રવધૂ ગિન્નીનું ખાસ ધ્યાન રાખી શકે છે.

ગિન્ની હાલ થર્ડ ટ્રાઈમેસ્ટરમાં છે. જણાવી દઈએ કે, ૨૦૨૦માં બોલિવુડ અને ટેલિવિઝનના ઘણા સેલેબ્સે ગુડ ન્યૂઝ સંભળાવ્યા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, કરીના કપૂર-સૈફ અલી ખાન, નકુલ મહેતા અને તેની પત્ની, કરણવીર બોહરા અને ટીજે વગેરે જેવા સેલેબ્સ ટૂંક સમયમાં જ પેરેન્ટ્‌સ બનવાના છે. આ તમામ સેલેબ્સના બાળકો કોરોનિયલ કહેવાશે કારણકે કોરોના કાળમાં તેમનો જન્મ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.