નાનાવાડાના નિવૃત્ત PSI અને તેમની પત્નીને કોરોના ભરખી ગયો, માલપુર પંથકમાં કોરોનાથી દંપતીનું મોત થતા હાહાકાર
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં કોરોના સંક્રમણ અટકવાનું નામ જ લેતું નથી કાળમુખો કોરોના જીલ્લામાં અત્યારસુધી અનેક લોકોને ભરખી ગયો છે સમગ્ર રાજ્યમાં કોરોનાથી મોતનો મૃત્યુદરમાં અમદાવાદ પછી બીજા સ્થાને અરવલ્લી જીલ્લાનો ક્રમ છે સરકારી ચોપડે અરવલ્લી જીલ્લાનો કોરોનાથી સંક્રમીત દર્દીઓનો ૨.૭૦ ટકા જ મૃત્યુદર છે પરંતુ જીલ્લામાં કોરોનાથી થતા મોતનો મૃત્યુદર ૬ ની આસપાસ પહોંચ્યો છે ત્યારે માલપુર તાલુકાના નાનાવાડા ગામના નિવૃત્ત પીએસઆઇ અને તેમની પત્ની કોરોનાગ્રસ્ત થતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાતા દંપતી કોરોના સામે જંગ હારી જતા સમગ્ર પંથકમાં કોરોના સંક્રમણથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
માલપુર તાલુકાના નાનાવાડા ગામના અને નિવૃત્ત પીએસઆઇ જ્યંતીભાઈ પંચાલ અને તેમના પત્ની જ્યોત્સનાબેન પંચાલ કોરોનામાં સપડાતા દંપતીને સારવાર અર્થે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયુ હતું કોરોનાગ્રસ્ત દંપતીનું સારવાર દરમિયાન મોત નિપજતાં ભારે ચકચાર મચી હતી જીલ્લામાં અત્યારસુધી ૮૨ લોકોને કોરોના ભરખી ગયો છે
અરવલ્લી જીલ્લામાં કોરોના થી લોકોના ટપોટપ મોત નીપજી રહ્યા છે સતત લોકો કોરોનાગ્રસ્ત બની રહ્યા હોવા છતાં જાણે કોરોનાનો ડર ના રહ્યો તેમ લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી ભીડ જમાવી રહ્યા છે.મોટા ભાગની બેંકોમાં અંદર અને બહાર ભીડ જોવા મળી રહી છે લોકડાઉન બાદ છૂટછાટ દરમિયાન બેંકો બહાર અને અંદર સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા દોરેલ સર્કલ પણ ભૂંસાઈ ગયા છે બેંકના કર્મચારીઓ સતત કોરોનામાં સપડાઈ રહ્યા હોવાની સાથે સુપર સ્પ્રેડર બની શકે છે કેન્દ્ર સરકારની વિવિધ સહાયના રૂપિયા બેંકોમા જમા થતા લોકો રૂપિયા ઉપાડવા ધસારો કરતા હોવાથી બેંકો બહાર ભીડ ઉમટી રહી છે