સિંધુ બોર્ડર પર તૈનાત દિલ્હી પોલીસના બે IPS ઓફિસર આવ્યા કોરોનાની ઝપેટમાં
નવી દિલ્હી, સિંધુ બોર્ડર તૈનાત દિલ્હી પોલીસના બે IPS ઓફિસર કોરોનાથી સંક્રમિત થયા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર સિંધુ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતોના મોર્ચાના પોરિસ બળના કમાન સંભાળનારા બન્ને ઓફિસરો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. દિલ્હી પોલિસના અનુસાર એક ડીસીપી અને એક એડિશનલસ ડીસીપી પણ સંક્રમિત છે.
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં સિંધુ બોર્ડર ખાતે ખેડૂતોનું આંદોલન છેલ્લા 15 દિવસોથી ચાલી રહ્યું છે. ખેડૂતોની માંગ છે કે સરકાર કૃષિ કાયદા પરત ખેંચે. તો, સરકાર સંશોધન માટે તૈયાર છે. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ કાયદો પરત નહિ લે. બંને પક્ષ પોતાની માંગણીઓ અને વલણ પર અડગ છે. જેને કારણે સંઘર્ષ વધુને વધુ તેજ થઇ રહ્યો છે. સરકાર તરફથી ખેડૂતોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સિંધુ બોર્ડરથી ખેડૂત નેતા બૂટાસિંહે કહ્યું કે હવે અમે દેશના હાઈવેની સાથે રેલવે ટ્રેક પર ધરણાં કરીશું. ટૂંક સમયમાં આ માટે તારીખો જાહેર કરવામાં આવશે. પંજાબમાં ટોલ પ્લાઝા, મોલ, રિલાયન્સના પમ્પ, ભાજપ નેતાઓની ઓફિસ અને ઘરો આગળ ધરણાં હજી પણ ચાલુ છે. 14મી તારીખે પંજાબની બધી જ જિલ્લા ઓફિસોની બહાર ધરણાં કરાશે. વડાપ્રધાન કહે છે કે વાતચીત ચાલુ રહેવી જોઈએ અને અમારૂં પણ એમ જ માનવું છે.