Western Times News

Gujarati News

મેઘરજ પાસે એક્ટીવા પર વિદેશી દારૂની  ખેપ મારતા બે ખેપિયાઓને LCB પોલીસે દબોચ્યા

અરવલ્લી જીલ્લામાં મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં CNG પંપ પાસે એક એકટીવા ચાલકને રોકી રૂપિયા ૪૭,૯૦૦/-ના વિદેશી દારૂ સાથે એક મહિલા સહિત બે આરોપીઓને LCB પોલીસે દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

અરવલ્લી જીલ્લામાં ઠંડીની મોસમ શરૂ થતાંની સાથે વિદેશી દારૂની માંગમાં વધારો થયો હોય તેમ વિદેશી દારૂના ખેપિયાઓ ઝડપાઈ રહ્યા છે. અરવલ્લી જીલ્લાના એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પરમાર અને તેમની ટીમને અગાઉથી મળેલી માહિતી અનુસાર મેઘરજ પોલીસ સ્ટેશનના વિસ્તારના લિસ્ટેડ બુટલેગર મધુબેન રાજસ્થાન તરફ વિદેશી દારૂની ખેપ મારવા નિકળ્યા છે.

જેથી LCB પોલીસે મેઘરજ ઉન્ડવા રોડ પર આવેલા CNG ગેસ પંપ આગળ રોડ પર નાકાબંધી ગોઠવી ઉભા હતા તે દરમિયાન એકટીવા નંબર. જી. જે. ૩૧.એલ.૨૪૪૪.આવી પહોંચતાં તેના પરના પ્લાસ્ટિકના કોથળામાંથી વિદેશી દારૂના ક્વાર્ટરિયા /બિયરના ટીન નંગ. ૨૮૭ કિંમત રૂપિયા ૪૭,૯૦૦ /- તથા એકટીવા મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૭૭,૯૦૦/- સાથે આરોપીઓ જવાન સોમા ડામોર. બાંઠીવાડા તા. મેઘરજ અને લિસ્ટેડ બુટલેગર મધુબેન ભોલાજી પાંડોર. મેઘરજ ની ધરપકડ કરી મેઘરજ પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.