પત્નીની કેરિયર માટે દિગ્ગજ કંપનીના CEO છોડશે નોકરી
જર્મન, દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તેવી કહેવત પ્રચલિત છે પણ ક્યારેક આ કહેવત ઉલટી રીતે પણ લાગુ થતી હોય છે.
જર્મનીના ઓનલાઈન ફેશન સ્ટોર જલાન્ડોના કો સીઈઓ રુબિન રિટરે પોતાની પત્નીના કેરિયર માટે નવા વર્ષમાં નિવૃત્ત થઈ જવાની જાહેરાત કરી છે .એટલુ જ નહીં 750 કરોડ રુપિયાનુ બોનસ પણ જતુ કરવાનો નિર્ણય કર્યો છે.રિટર કહે છે કે, નવા વર્ષમાં હું રિટાયર થઈ જઈશ અને ઘર તેમજ બાળકોની જવાબદારી હું સંભાળીશ.જેથી કરીને પત્નીને કેરિયર આગળ વધારવા માટે મદદ અને સમય મળે.
રિટરે કહ્યુ હતુ કે, મેં અને મારી પત્નીએ ભેગા થઈને આ નિર્ણય લીધો છે અને પત્નીના કેરિયરને વેગ આપવાની મારી પ્રાથમિકતા છે.રિટરની પત્ની જજ છે.
જોકે કેટલાક ટીકાકારો રિટરના દાવાને કંપની માટેનો પબ્લિસિટી સ્ટંટ પણ માને છે.કારણકે કંપનીની મોટાભાગની ગ્રાહકો મહિલાઓ છે પણ તેના બોર્ડમાં પાંચ સભ્યો પુરુષ છે.આ માટે કંપનીને ખાસી ટીકાઓ પણ સસહન કરવી પડી હતી.એ પછી કંપનીએ મહિલા સભ્યને સ્થાન આપવાનો વાયદો કર્યો હતો.કંપનીએ કહ્યુ છે કે, 2023 સુધીમાં બોર્ડમાં 40 ટકા સભ્યો મહિલાઓ હશે.
જલાન્ડો જ નહી પણ જર્મની મોટી કંપનીઓમાં જેન્ડર ગેપ જોવા મળે છે.જર્મનીની મોટી ગણાતી 160 કંપનીઓના બોર્ડમાં મહિલાઓનુ પ્રમાણ માત્ર 9.3 ટકા જેટલુ જ છે.