પપ્પાને મમ્મા પાસે પાછું લાવવાનું રિષી અને રોલીનું નિર્દોષ મિશન તમારા હૃદયના તાર ઝણઝણાવશે!
રજૂ થાય છે, બે વ્હાલા બાળકોની તેમના માતા-પિતાને સાથએ લાવવાના પ્રવાસની હૃદયસ્પર્શી વાર્તા, ક્યું રિશ્તોં મેં કટ્ટી બટ્ટી પ્રસારિત થશે 14મી ડિસેમ્બરથી દર સોમવારથી શનિવાર રાત્રે 10 વાગે ફક્ત ઝી ટીવી પર
મુંબઈ, છેલ્લા બે તહેવારના મહિનાઓથી, ઝીટીવીની એન્ટરટેઇનમેન્ટ એક્સપ્રેસએ તેના દર્શકો માટે તેમના ચહિતા મનોરંજનના દ્વાર ખુલ્લા કર્યા છે, તેમને ભારતના 4 અલગ-અલગ હિસ્સાના પ્રવાસે લઈ ગયા હતા, જે 4 અલગ-અલગ વાર્તા રજૂ કરી છે, જે ભારતીય મધ્યમ વર્ગની નસ પકડી અને પરંપરાગત ભારતીય સમાજના સંબંધની ગતિશિલતાને દર્શાવ્યું છે.
આ દરેકે દરેક 4 વાર્તાએ ઝી ટીવીના દર્શકોને જકડી રાખ્યા છે, ત્યારે ઝી ટીવી તૈયાર છે, વધુ એક હૃદય-સ્પર્શી વાર્તાને રજૂ કરવા માટે ક્યું રિશ્તોં મેં કટ્ટી બટ્ટી લઈને. અરવિંદ બબ્બલ પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ આ શોમાં બે નાનકડા અને વ્હાલા છોકરાઓના નિર્દોષ વિશ્વને દર્શાવવામાં આવ્યું છે જે તેમના માતા-પિતાની વચ્ચે પ્રેમ ઉભો કરવા માટે, તેમને ફરીથી ભેગા કરવા માટે ટીમ બનાવે છે અને તેમના પપ્પાને તેમની મમ્મી પાસે લાવીને તેમના ‘ખુશાલ પરિવાર’ને પૂરું કરવાની ઇચ્છા ધરાવે છે. 14મી ડિસેમ્બર, 2020ના રોજ પ્રિમિયર માટે તૈયાર આ શો ઝી ટીવી પર સોમવારથી શનિવાર રાત્રે 10 વાગે પ્રસારિત થશે.
પૂનાની પાશ્ચાદભૂ પર આધારીત, આ જીવનની વાર્તામાં રિષી અને રોલી જે પાત્ર અત્યંત નાનકડા તથા વ્હાલા કલાકારો પ્રત્યક્ષ પનવાર અને મન્નત મુર્ગાઈ અનુક્રમે ભજવી રહ્યા છે. સાથે મળીને તેઓ તેમના માતા-પિતા શુભ્રા અને કુલદીપની વચ્ચે પડેલી તિરાડમાં એક ગુંદ બનીને ભરવા માટે વચનબદ્ધ થયા છે.
ટેલિવિઝન અભિનેત્રી નેહા મર્દા, શુભ્રા- એક યુવાન પરણિત મહિલા તથા બે બાળકો જે પૂનાના નામાંકિત મહારાષ્ટ્રિયન પરિવારમાંથી આવે છે, તેની માતાનું પાત્ર કરી રહી છે. તેના સમગ્ર જીવન દરમિયાન તે શિસ્તબદ્ધ જીવન જીવી હોવા છતા પણ તેને પોતાના પરિવારની ઇચ્છા વિરુદ્ધ એક પંજાબી છોકરા, કુલદીપ- એક પ્રસિદ્ધ ટેલિવિઝન અભિનેતા સિદ્ધાર્થ વીર સુર્યવંશીની સાથે લગ્ન કર્યા છે.
શિક્ષિત, મહત્વકાંક્ષી પરંતુ અસ્થિર મનના કુલદીપ ચઢાએ શુભ્રાની સાથે લગ્ન કરવા માટે તેનું પોસ્ટ ગ્રેજ્યુએશન મધ્યમાં છોડી દીધું હતું. જો કે, તેમના જીવનના 10 વર્ષ બાદ, કુલદીપ અને શુભ્રાના લગ્નજીવનમાં ધીમે-ધીમેમુશ્કેલીઓ વધતી જતી હતી, એવું લાગી કહ્યું હતું કે, તકરાર અને દલીલો આગળ વધીને ઝગડાને આગળ વધારતા હતા. શુભ્રા એક ભાવનાત્મક વ્યક્તિ હોવાને કારણે, કુલદીપના ગુસ્સાની સાથે આગળ વધવામાં મુશ્કેલી અનુભવે છે, સાથોસાથ તેને એવું પણ લાગે છે કે, પરિવારને ચલાવવામાં તે તેના ખરેખર સપના અને મહત્વકાંક્ષાથી દૂર કરી દીધો હતો.
તે હવે મુંબઈ કે દિલ્હી જેવા મોટા શહેરમાં એક સફળ કારકીર્દી બનાવવાની ઇચ્છા રાખે છે અને તે તેની પત્નિથી બધું જ છૂપું રાખે છે, એવું લાગે છે કે, તેની પત્નિ કદાચ તેને આ બધઆમાં સહકાર નહીં આપે. એક સમયે રિષી અને રોલીને પણ એવું લાગે છે કે, તેમને એવું લાગે છે કે, તેમના માતા-પિતાએ ગુમાવેલા પ્રેમને તે આપી શકે છે અને નિર્દોષતાપુર્વક આશા રાખે છે કે, બધું જ પહેલા જેવું થઈ જશે. પુખ્તવયના વિશ્વની મુશ્કેલીઓથી અજાણ તેઓ તેમના પિતાને તેમની માતાથી દૂર થતા રોકવા માટે અને તેમના પરિવારને સંપૂર્ણ ખુશાલ પરિવાર બનવાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર છે.
ઝી ટીવીની બિઝનેસ હેડ અપર્ણા ભોસલે કહે છે, “એક ચેનલ તરીકે, અમે હંમેશા એવી વાર્તાને કહેવામાં માનીએ છીએ કે, જે ભારતીય પ્રેક્ષકોની મુખ્ય સંવેદનાની સાથે જોડી શકાય છે, જેનાથી તેમને જીવન પ્રત્યેના એક તાજગીસભર ઓફર મળે છે. ક્યું રિશ્તોં મેં કટ્ટી બટ્ટીએ પુખ્ત વયની મુશ્કેલીઓને સમજવા માટે બે નાનકડા બાળકો કઈ નિર્દોષતાથી સમજે છે, તે દર્શાવવામાં આવ્યું છે.
આ બાળકો છે, તેઓ તેમના માતા-પિતાના સંબંધોમાં પડેલી તિરાડો કેવી રીતે ભરી શકશે. અને હાલમાં બાળકો જ્યારે પરિવારમાં કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે અત્યંત સ્માર્ટ અને સમજશક્તિથી કામ લે છે. દર્શકો પણ અવાક થઈ જશે કે, કઈ રીતે ક્યારેક આ નિર્દોષ બાળકો તેમની મુશ્કેલ બાબતોને અત્યંત સરળતાથી લે છે અ તેમના માતા-પિતાની વચ્ચે ઉભા થયેલા મુદ્દાઓને એક અનિયંત્રિત લેન્સ દ્વારા સકારાત્મક વિશ્વને જૂએ છે. યોગ્ય લાગણીના તારને ઝણઝણાવતા તથા દર્શકોની સામે એક પરિવારને પ્રેમભરી રજૂઆત દર્શકોની સામે આપણી સામે રાત્રે 10 વાગ્યાના શોમાં, જે સમગ્ર ભારતના દર્શકોની સાથે મજબુત રીતે જોડાશે.
નેહા મર્દા જણાવે છે, “છેલ્લા કેટલાક મહિનાથી અમે આ શો માટે શૂટિંગ કરી રહ્યા છીએ, ત્યારથી મેં શુભ્રાની સાથે અત્યંત ઉંડાણપૂર્વક તથા વ્યક્તિગત જોડાણ બનાવ્યું છે, જો કે, તેનું વ્યક્તિત્વ મારા કરતા ઘણું અલગ છે, કારણકે મારા ઘરમાં હું મારી એકેડમી પણ ચલાવું છું. હંમેશા તેના પાત્રના બે અલગ-અલગ પરિમાણો છે,
જે આ પાત્રને નિભાવવામાં વધુ માણનારું બનાવે છે. તે એક ગૃહિણી છે જેને શિખવું ગમે છે અને જો તેને એક મોકો મળે તો, બધું સમતોલન જાળવીને તેની મહત્વકાંક્ષા પણ પૂરી કરે છે. જ્યારે દિલની બાબતની વાત આવે ત્યારે તે સંવેદનશીલ છે, પરંતુ જ્યારે તેના બાળક કે તેના પરિવાર માટે કોઈ પસંદગી કરવાની વાત આવે ત્યારે સ્થિતિસ્થાપક અને મજબુત બની જાય છે. જ્યારે આ શો માટે શૂટિંગની વાત આવે ત્યારે આ એક શ્રેષ્ઠ અનુભવ રહ્યો છે,
દરેક પાત્રને સુંદરતાપૂર્વક નિભાવવામાં આવ્યા છે અને આ શોના કલાકારોની સાથે શૂટિંગ કરવાની મને ખરેખર ખૂબ જ મજા આવે છે. જ્યારે સિદ્ધાંતની સાથે કામ કરવું એ અત્યંત ખુશીની વાત છે તો, પ્રત્યક્ષ અને મન્નત પણ ખરેખર વ્હાલ અને સ્માર્ટ બાળકો છએ, જેમને મારા માટે શુભ્રાના પાત્રને કરવાની પ્રક્રિયાને ખરેખર અત્યંત સરળ બનાવી દીધી છે. હું શુભ્રાની વાર્તાને અમારા દર્શકોની સામે લાવવા માટે અત્યંત ઉત્સાહિત છું.”
સિદ્ધાંત વીર સુર્યવંશી જણાવે છે, “મેં અત્યાર સુધી ઘણા પાત્ર મેં ભજવ્યા છે, મને લાગે છે કે, કુલદીપનું પાત્ર મારા જીવનથી ઘણું નજીક છે, તેના લગ્નમાં જે પરિસ્થિતિ ઉભી થાય છે, તે રીતે કામ કરવામાં એક હકિકત દર્શાવતા હોય તેવું છે. જ્યારે તે તેના પરિવારને પ્રેમ કરે છે અને કાળજી લે છે, તેની સાથોસાથ તે પોતાની કેટલી અપૂર્ણ મહત્વકાંક્ષા અને મહત્વકાંક્ષાઓને પણ ધરાવે છે, જેને પરિણામે શુભ્રાની સાથે એક કડવા-મીઠા સંબંધો રચાય છે. તે પોતાની મહત્વકાંક્ષા અને પતિ તરીકે તેની ભૂમિકા વચ્ચે સંપૂર્ણ સમતોલન જાળવવા માટે પ્રયત્ન કરે છે, તે ઘણી વખત આવું કરવા અસમર્થ બની જાય છે અ તેના લીધે તે આવેગાત્મક નિર્ણય લે છે.
પ્રમાણિક્તાથી કહું તો, કુલદીપ તરીકેનું મારું પાત્રએ પડકારજનક છે, કારણકે સફળતા પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવતી એક બાજુ અને બીજી બાજુની વચ્ચે તેને સમતોલન જાળવવું મુશ્કેલ બની જાય છે, જેને પારિવારિક માણસ બનવાની જવાબદારી નિભાવવી પડશે. પરંતુ તેના મનમાં જે સૌથી મોટી મુંજવણ કોઈ બાબતને લઈને અનુભવે છે તો તે છે, રિષી અને રોલી પ્રત્યેના તેના પ્રેમ અંગે. હું આ શો માટે ઝીટીવીની સાથે કામ કરવા અંગે ખરેખર ઉત્સાહ અનુભવું છું, અમે આ હૃદયસ્પર્શી વાર્તાને સુંદરતાપૂર્વક સાથે વર્ણવીને રાખી છે સાથોસાથ તેને વાસ્તવિક અને સામાન્ય લાગે એ રીતે રાખી છે અને આશા રાખું છું કે, અમારા દર્શકો શોને પસંદ કરશે.”
બાળ કલાકાર મન્નત મુર્ગાઈએ રોલી અને પ્રત્યક્ષ પનવારએ રિષીના પાત્રમાં જોવા મળશે જે આ શોના ધડકન છે તે જણાવે છે, “અમે આ શોનો હિસ્સો બનવા અંગે તથા સાથે કામ કરવા અંગે અત્યંત ઉત્સાહિત છીએ. સેટ પર દરેક લોકો અમારું સારું ધ્યાન રાખે છે અને અમે નેહા મમ્મા અને સિદ્ધાંત પપ્પાની સાથે શૂટિંગને માણીએ છીએ. તેઓ અમને અમારા પોતાના બાળકોની જેમ રાખે છે. અમે આશા રાખીએ છીએ કે, દરેકને આ શો ગમશે.”
અરવિંદ બબ્બલ પ્રોડક્શન્સના અરવિંદ બબ્બલ જે ક્યું રિશ્તોં મેં કટ્ટી બટ્ટીના પ્રોડ્યુસર છે, તે જણાવે છે, “વૈવિધ્યસભર સામગ્રીના સમુદ્રમાંથી અમે માનીએ છીએ કે, આપણો શો જે સમકાલીન ભારતીય પારિવારિક જીવનના સંબંધિત અને ભાવનાત્મક પાંસાની સાથે પ્રેક્ષકો સુંદર રીતે જોડાશે. શુભ્રા અને કુલદીપના સંબંધની જટિલતા અને ગતિશિલતા એવી છે કે, જેની સાથે મોટાભાગના લોકો એક વ્યક્તિગત રીતે જોડાશે.
અને સાથોસાથ રિષી અને રોલીની વાત છે, આ બે બાળકો તેમના વ્હાલા સ્મિતથી પણ કરોડો લોકોના દિલ જીતવા માટે તૈયાર છે, જટિલ લાગણીઓના ડીકોડિંગ કરવાના તેમના હેતુ તથા તેમના નિર્દોષ પ્રયાસો જોવા મળી રહ્યા છે. સમગ્ર પરિવારની લાગણીની સાથે જોડાયેલા ઉતાર-ચડાવને રજૂ કરવા માટે અમારી સમગ્ર ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે, જેથી કરીને તે સ્ક્રીન પર અધિકૃત રીતે દર્શાવી શકાય છે અને હું આશા રાખું છું કે, દર્શકો પણ આ શોને એ જ રીતે ચાહશે અને વખાણશે.”
શુભ્રા અને કુલદીપને દિવસેને દિવસે અલગ થઈ રહ્યા છે, ત્યારે શું રિષી અને રોલી તેમના માતા-પિતાની વચ્ચે સમાધાન કરવામાં સફળ થશે? વધુ જાણવા માટે જોતા રહો, ક્યું રિશ્તોં મેં કટ્ટી બટ્ટી, 14મી ડિસેમ્બરથી દર સોમવારથી શનિવાર રાત્રે 10 વાગે ફક્ત ઝી ટીવી પર