ભરૂચ નગર પાલીકાની પ્રીમોન્સૂન કામગીરી અંતિમ તબક્કામાં
(પ્રતિનિધિ) ભરૂચ :ચોમાસા ના આગમન ની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભરૂચ નગર પાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરી હેઠળ શહેર ના વરસાદી કાંસ ની સફાઈ હાથ ધરવા સાથે ૨૫૦ જોખમી ઈમારતો ના માલીકો ને નોટીસ પાઠવામાં આવી છે. ભરૂચ શહેર ના અનેક મુખ્ય માર્ગો જોવા કે સેવાશ્રમ રોડ, પાંચબત્તી, કસક,ચાર રસ્તા, ફાટાતળાવ સહીત સોસાયટી વિસ્તારો માં વરસાદી પાણી નો ભરાવો દર ચોમાસા માં જોવા મળે છે.
જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ને ભારે હાલાકી નો સામનો કરવા સાથે આર્થિક નુકસાની પણ વેઠવી પડે છે.આ સમસ્યા ના નિવારણ માટે ભરૂચ નગર પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં શહેર ના ૩૨ જેટલા વરસાદી કાંસ ની સફાઈ કરવામાં આવી રહી છે.જે હાલ અંતિમ તબક્કા માં હોવાનું પાલીકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ જણાવી આ ચોમાસા માં પ્રજાજનો ને હાલાકી ન પડે તે માટે નું ધ્યાન રાખી પ્રીમોન્સૂન કામગીરી કરાઈ રહી હોવાનું કહ્યું હતું.
આ ઉપરાંત ભરૂચ માં દર ચોમાસા માં જુના મકાનો ધરાશયી થવાના બનાવો માં જાનહાની પણ થતી હોય છે તેથી ભરૂચ નગર પાલીકા દ્વારા જર્જરીત થઈ ગયેલ ૨૫૦ જેટલી જોખમી ઈમારતો ના વપરાશકર્તાઓને તે ઉતારી લેવા અને મરામત કરાવવા માટે નોટીસ પાઠવવામાં આવી છે.
આ બાદ પુનઃ સર્વે કરી આગામી સપ્તાહ માં આ જોખમી ઈમારતો અંગે જાહેર નોટીસ આપી સમય મર્યાદા માં તેનો અમલ કરાવવા માં આવશે તેમ પણ પાલીકા પ્રમુખે જણાવી સમય મર્યાદા માં જોખમી ઈમારતો ઉતારી લેવામાં નહિ આવે તો પાલીકા પોતે આ કામગીરી કડક હાથે કરશે તેમ તેઓ એ કહ્યું હતું. ભરૂચ નગર પાલીકા ની પ્રીમોન્સૂન કામગીરી ચોમાસા ના વરસાદ માં તણાઈ જાય છે કે પછી કારગત નીવડે છે તે તો ચોમાસા માં જ ખબર પડશે.*