કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ રાજયમાં બે દિવસમાં ર.૪૪ કરોડથી વધુનો દંડ વસુલાયો
(પ્રતિનિધિ) અમદાવાદ, હાલમાં કોરોના મહામારીએ ફરીથી ઉથલો મારતાં અચાનક જ દર્દીઓની સંખ્યામાં વધાોર થતાં સરકારે રોગ પર નિયંત્રણ મેળવવા કેટલાંક આદેશો જાહેર કર્યા હતા ઉપરાંત ચાર મહાનગરોમાં રાત્રી કરફ્ર્યુ લાદી દીધો છે તેમ છતાં કેટલાય બેજવાબદાર નાગરીકો માસ્ક વગર તથા મોડી રાત સુધી રખડતા હોવાનું ધ્યાનમાં આવતા રાજય પોલીસ વડાએ આ અંગે કડક કાર્યવાહી કરવાની સુચના આપી હતી જેને પગલે પોલીસે તમામ આદેશોનો કડક રીતે અમલ કરાવતા અને દંડનીય કાર્યવાહી કરતાં બુધવારે જાહેરનામા ભંગના કુલ પ૮૩ ગુન્હા દાખલ કરીને માસ્ક ન પહેરવાના તથા જાહેરમાં થુંકવા બદલ કુલ રૂા.૧ર,ર૪૦ વ્યક્તિઓ પાસે ૧.રર કરોડનો દંડ વસુલાયો હતો. તથા કરફ્ર્યુ ભંગ બદલ ૭૬૧ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા જયારે ગુરૂવારે જાહેરનામા ભંગના ૪૮૮ ગુન્હા દાખલ કરી માસ્ક ન પહેરવા અને જાહેરમાં થુંકવા બદલ ૧ર,૩૪૪ વ્યક્તિઓ પાસેથી ૧.ર૩ કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો. જયારે ૮૦પ વાહનો ડિટેન કરવામાં આવ્યા છે.