ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં ૧૨૨૩ કેસ આવ્યા

Files Photo
અત્યાર સુધીમાં કુલ ૮૫૫૩૧૬૪ ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ ૨૦૭૫૨૯ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જાે કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ ૧૦૦૦ની નીચે જતા રહ્યા હતા. જાે કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જાેવા મળ્યો હતો. જાે કે રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. આજે રાજ્યમાં નવા ૧૨૨૩ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૧૪૦૩ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૦૭,૫૨૯ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૨.૧૧ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૬૦,૫૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૯૩૧.૧૨ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૮૫,૫૩,૧૬૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૪૯,૩૨૩ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
જે પૈકી ૫,૪૯,૧૮૯ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૧૩૪ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૩,૬૨૭ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૭૧ છે. જ્યારે ૧૩,૫૫૬ લોકો સ્ટેબલ છે. ૨,૦૭,૫૨૯ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૧૪૮ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૧૩ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૦૮, સુરત કોર્પોરેશન ૦૨, બનાસકાંઠા, પંચમહાલ અને સુરતમાં ૧-૧ વ્યક્તિ સહિત કુલ ૧૩ દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.SSS