Western Times News

Gujarati News

રાજ્યમાં લગ્ન સમારોહ માટે ઓનલાઈન મંજૂરી ફરજિયાત

અમદાવાદ, રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધતાં સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્‌યૂ અમલમાં મૂક્યો છે. તેમજ લગ્ન સમારંભ માટે હાલમાં ૧૦૦ લોકોને એકઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી. લગ્ન બાબતે રાજય સરકાર દ્વારા આજે નવું ફરમાન બહાર પાડ્યું છે. જે મુજબ હવે લગ્નનું આયોજન કરનારે ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી મંજૂરી મેળવવાની રહેશે.

કોરોના કાળામાં લગ્ન માટે હાલમાં સરકાર દ્વારા ખુલ્લા સ્થળો પર મહત્તમ ૧૦૦ વ્યક્તિ અને બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના ૫૦ ટકાથી વધુ લોકને મંજૂરી આપવામાં આવે છે. જાેકે દિવસ દરમિયાન આયોજન કરવા માટે કોઈ પોલીસ પરમીશન કે સરકારની પરમિશન લેવાની જરૂરિયાત નથી. પરંતુ હાલમાં કોરોની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે હવે લગ્નનું આયોજન કરનારાઓને ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે આદેશ આપ્યો છે.

એટલે કે જે આગામી સમયમાં જે કોઈને લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે તેમણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે નેશનલ ઈન્ફોરમેટિક્સ સેન્ટર દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર ઓર્ગેનાઈઝિંગ મેરેજ ફંક્શનનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજના અંગે આ પોર્ટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ રજિસ્ટ્રેશનની પ્રિન્ટ લેઈને પોતાની પાસે રાખવાની રહેશે. જાે કોઈ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તપાસ માટે આવે ત્યારે અરજદાર પાસે રજિસ્ટ્રેશનની માહિતી માંગણી કરે છે તો તે અરજદારે રજૂ કરવાની રહેશે. જાે તેમણે રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.