પત્ની અને ૩ બાળકોને માર્યા બાદ પતિએ આપઘાત કર્યો
મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મોટી ઘટના સામે આવી. અહીં પરીક્ષિત ગઢ વિસ્તારના એક યુવકે પહેલા તેના પરિવારની ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેણે ખુદ ફાંસી પર લટકી આત્મહત્યા કરી દીધી. પોલીસને માહિતી મળતા તુરંત આવી પહોંચી હતી અને લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. એસએસપીનું કહેવું છે કે, આ મામલો ઘરેલુ કલેશનો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે. તપાસ કરવામાં આવી રહી છે. એસએસપી અજય સાહનીનું કહેવું છે કે, સ્થળ પરથી સુસાઇડ નોટ મળી આવી છે.
સ્યુસાઇડ નોટમાં યુવકે લખ્યું છે કે, તે તેની પત્નીથી ખૂબ પરેશાન હતો, તેથી તેણે આ પ્રકારના ગુનાને અંજામ આપ્યો છે. પરીક્ષિત ગર્ગ વિસ્તારના કાસ્યાવાન ૩૭ વર્ષિય યુવકે તેની પત્ની રીહાન્ના (ઉ – ૩૦), પુત્ર હૈદર (૧૦), પુત્ર અફાન (૮) અને પુત્રી આયત (૪)ની હત્યા કરી હતી અને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાને જાેવામાં અને સમજવામાં પ્રથમ દ્રષ્ટીએ આ બાબત ઘર કંકાસ સાથે સંબંધિત છે. પરંતુ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી ત્યારે યુવકની ડેડબોડી લટકતી હતી. તેમજ બાળકો અને પત્નીનો મૃતદેહ નજીકના પલંગ પર પડ્યો હતો. પુત્રી તેની પત્ની સાથે પથારીમાં હતી.
બીજી તરફ તેના બંને પુત્રોની લાશ પલંગ પર પડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ બધાના ગળા પર ફંદા જેવા નિશાન હતા. ઉલ્લેખનીય છે કે, જલાૌનમાં ૫ વર્ષની માસૂમ બાળકી સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ મામલો આતા પોલીસ સ્ટેશન વિસ્તારના સંધી ગામનો છે, જ્યાં એક ૫ વર્ષની માસૂમ બાળકીને ઘરની નજીક રમતી વખતે તેનું અપહરણ કરાયું હતું અને ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પીડિતાના પિતાના જણાવ્યા મુજબ, આ ગેંગરેપની ઘટનામાં ગામના ત્રણ છોકરાઓ સામેલ છે.
તેઓનો આક્ષેપ છે કે, પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે અને આ સમગ્ર ઘટનામાં માત્ર બે સગીર છોકરાઓને જ સામેલ કરી રહી છે. બીજી તરફ, ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી હતી. તેની ગંભીર હાલત જાેઈને ડોક્ટરોએ તેમને ઝાંસી મેડિકલ કોલેજમાં રિફર કરી હતી. પોલીસે બે સગીર આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.