Western Times News

Gujarati News

BSNL દ્વારા વિશ્વનું  પ્રથમ સેટેલાઈટ આધારિત IoT  નેટવર્ક ભારતમાં રજૂ કર્યું

આ સોલ્‍યુશનથી માછીમારો, ખેડૂતો, બાંધકામ, માઈનીંગ અને લોજીસ્‍ટીક્સ સાહસોને ફાયદો થશે. આ સોલ્‍યુશનથી ભારતમાં કનેક્ટ નહી થયેલા મશીન્‍સ, સેન્સર્સ અને ઔદ્યોગિક IoT ડિવાઈસીસ એકબીજા સાથે સંકળાશે.

સેટેલાઈટ આધારિત નેરોબેન્ડ – IoT ભારતમાં હવે વાસ્‍તવિકતા બની

અમદાવાદ  બીએસએનએલએ સ્‍કાયલોટેક સાથેની ભાગીદારીમાં સેટેલાઈટ આધારિત એનબી-IoT (નેરોબેન્‍ડ – ઈન્‍ટરનેટ ઓફ થીંગ્‍ઝ) ની રજૂઆત કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીનાં ડિજીટલ ઈન્ડિયાનાં સ્‍વપ્‍નમાં પ્રદાન કર્યું છે. આ સોલ્‍યુશનથી માછીમારો, ખેડૂતો, બાંધકામ, માઈનીંગ અને લોજીસ્‍ટીક્સ સાહસોને ફાયદો થશે. આ સોલ્‍યુશનથી ભારતમાં કનેક્ટ નહી થયેલા મશીન્‍સ, સેન્સર્સ અને ઔદ્યોગિક IoT ડિવાઈસીસ એકબીજા સાથે સંકળાશે.

આ નવા મેઈડ ઈન ઈન્ડિયા સોલ્‍યુશનને સ્‍કાયલો દ્વારા વિકસાવવામાં આવ્‍યું છે, કે જે બીએસએનએલનાં સેટેલાઈટ
ગ્રાઉન્‍ડ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર્સને જોડશે અને દરિયા સહિત ભારતભરમાં કવરેજ પૂરુ પાડશે. આ કવરેજ એટલું વિશાળ છે કે તેમાં ભારતની સીમામાં કાશ્મીર અને લદાખથી કન્‍યાકુમારી અને ગુજરાતથી ઉત્તરપૂર્વ ભારત અને દરિયાકિનારાનો વિસ્‍તાર આવી જાય છે.

બીએસએનએલનાં સીએમડી શ્રી પી કે પૂરવારે જણાવ્‍યું હતું કે બીએસએનએલનાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાહકોને પોષાય તેવા અને નાવિન્‍યપૂર્ણ સેવાઓ પૂરી પાડવાનાં વિઝન સાથે આ સોલ્‍યુશન સુસંગત છે. સ્‍કાયલો દ્વારા લોજીસ્‍ટીકસ સેકટર માટે ક્રિટીકલ ડેટા પૂરા પાડવામાં આવશે, જેનાથી કોવિડ વેકસીનનું ૨૦૨૧માં અસરકારક વિતરણ પણ થઈ શકશે.

સ્‍કાયલોનાં સીઈઓ અને કો-ફાઉન્‍ડર શ્રી પાર્થસારથિ  ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે સદીઓથી કૃષિ‍, રેલ્‍વેઝ અને માછીમારી જેવા ઉદ્યોગો ઓફલાઈન ઓપરેટ થતા હતાં અને ટેકનોલોજીનો સંપૂર્ણ લાભ લેવાની તક મળતી નહોતી. આ સોલ્‍યુશન વિશ્વનું પ્રથમ સેટેલાઈટ આધારિત NB-IoT નેટવર્ક છે અને અમને ગૌરવ છે કે આ સોલ્‍યુશનથી ભારતમાં જીવનમાં અને ઘરેલું ઉદ્યોગોમાં બદલાવ આવશે.

બીએસએનએલનાં ડાયરેક્ટ શ્રી વિવેક બાઝલે જણાવ્‍યું હતું કે, ભારતમાં બીએસએનએલ અને સ્‍કાયલો દ્વારા સફળ પીઓસી કર્યા છે અને ટૂંક સમયમાં વિવિધ વપરાશકાર જૂથોને પણ સાંકળી લેવા પ્રયાસ કરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.