નીતૂ કપૂરનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
મુંબઈ: આ મહિનાની શરૂઆતમાં કોરોનાથી સંક્રમિત થયેલા બોલિવુડ એક્ટ્રેસ નીતૂ કપૂરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેની જાણકારી તેમની દીકરી રિદ્ધિમા કપૂર સાહનીએ ઈન્ટાગ્રામ પર આપી છે. નીતૂ કપૂર સાથેની સેલ્ફી શેર કરીને રિદ્ધિમાએ તેમની રિકવરી અને સારા સ્વાસ્થ્યની કામના કરનાર દરેક વ્યક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. રિદ્ધિમાએ લખ્યું છે કે, તમારી સારી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ માટે આભાર. આજે મારી મમ્મીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નીત કપૂરની સાથે-સાથે ફિલ્મ જુગ જુગ જિયોનું શૂટિંગ કરી રહેલા વરુણ ધવન, મનીષ પૌલ તેમજ ડિરેક્ટર રાજ મહેતા પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત કિયારા અડવાાણી અને અનિલ કપૂર પણ આ ફિલ્મના શૂટિંગનો ભાગ હતા. જાે કે, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
નીતૂ કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી દીકરા રણબીર કપૂરે તેમના મુંબઈ પાછા આવાની વ્યવસ્થા કરી હતી. રણબીર કપૂરે મમ્મી નીતૂ માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. નીતૂ કપૂર મુંબઈ આવી ગયા હતા. આ દરમિયાન વરુણ ધવન અને રાજ મહેતા ચંડીગઢમાં છે અને તેઓ ત્યાં જ ક્વોરન્ટીન થયા છે.
સૂત્રો તરફથી મળેલી જાણકારી પ્રમાણે, ‘વરુણ અને ડાયરેક્ટરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ તેમણે ચંડીગઢમાં રહેવાનું જ પસંદ કર્યું છે. અગાઉ અનિલ કપૂર પણ કોરોના સંક્રમિત હોવાની અફવા ઉડી હતી. જે બાદ તેમણે ટિ્વટર પર હેલ્થ અપડેટ આપતાં કહ્યું હતું કે, તેમનો રિપોર્ટ નેગેટિવ છે અને તેઓ સ્વસ્થ છે. અનિલ કપૂરે લખ્યું હતું, અફવાઓને વિરામ આપવા જણાવી દઉં કે મારો કોવિડ-૧૯ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
તમારા સૌની ચિંતાઓ અને શુભેચ્છાઓ માટે આભાર. જુગ જુગ જિયો ફિલ્મની વાર્તા બે પરણિત યુગલની આસપાસ ફરે છે. વરુણ ધવન અને કિયારા પતિ-પત્નીના રોલમાં છે. જ્યારે અનિલ કપૂર અને નીતૂ કપૂર વરુણના પેરેન્ટ્સના રોલમાં છે. મહત્વનું છે કે, ઋષિ કપૂરના અવસાન બાદ નીતૂ કપૂરની આ પહેલી ફિલ્મ છે. દીકરી રિદ્ધિમા અને દીકરા રણબીરે નીતૂને ફરીથી ફિલ્મો કરવા પ્રેર્યા છે ત્યારે તેઓ વર્ષો પછી રૂપેરી પડદે કમબેક કરશે.