આપણા ત્રણ વર્ષ અને ટૂંક સમયમાં આપણે ૩ થઈ જઈશું
મુંબઈ: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની ૧૧ ડિસેમ્બરે વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ ખાસ દિવસે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્મા સાથેની લગ્નની એક અનસીન તસવીર શેર કરી છે તેમજ પત્ની માટે સ્વીટ નોટ પણ લખી છે. તસવીરમાં દુલ્હન બનેલી અનુષ્કા શર્મા પતિ સાથે જાેઈને સ્મિત કરી રહી છે. આ સાથે વિરાટે લખ્યું છે કે, ત્રણ વર્ષ અને જીવનભરના સાથની રાહમાં. બીજી તરફ પ્રેગ્નેન્ટ અનુષ્કા શર્માએ પણ પતિ સાથેની રોમાન્ટિક તસવીર શેર કરીને તેને વેડિંગ એનિવર્સરી વિશ કરી છે.
તસવીરની સાથે એક્ટ્રેસે તે પતિને આ ખાસ દિવસે મિસ કરી રહી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. અનુષ્કાએ લખ્યું છે કે, આપણા ત્રણ વર્ષ અને ટૂંક સમયમાં આપણે ૩ થઈ જઈશું. હું તને મિસ કરી રહી છું. આપને જણાવી દઈએ કે, ટુર્નામેન્ટના કારણે કોહલી હાલ ઓસ્ટ્રેલિયામાં છે. વિરાટ અને અનુષ્કાએ ઈટાલીમાં લગ્ન કર્યા હતા. લગ્નજીવનના ત્રણ વર્ષ બાદ કપલ હવે જાન્યુઆરી, ૨૦૨૧માં પોતાના પહેલા સંતાનને આવકારવા માટે આતુર છે. બંનેએ આ વર્ષના ઓગસ્ટ મહિનામાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. બંનેએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી,
જેમાં અનુષ્કા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ હતી. આ સાથે તેમણે લખ્યું હતું કે, ‘અને પછી અમે ત્રણ થયા. જાન્યુઆરી ૨૦૨૧માં આવી રહ્યું છે. ડિલિવરી દરમિયાન પત્નીની સાથે રહેવા માટે વિરાટ કોહલીએ પેટરનિટી લીવ પણ લઈ લીધી છે. આ અંગે વાત કરતાં અગાઉ તેણે કહ્યું હતું કે, ‘સિલેક્ટિંગ કમિટી સમક્ષ આ વાત મૂકવામાં આવી હતી અને ર્નિણય લેવાયો હતો કે હું પહેલી ટેસ્ટ પછી પરત આવી જઈશ. ક્વોરન્ટીન પીરિયડ પણ પાળવાનો હોવાથી જવા માટે આ સમય નક્કી કરાયો છે.
અમારા પહેલા બાળકના જન્મ માટે હું મારી પત્ની સાથે રહેવા માગુ છું. આ અમારા જીવનની ખૂબ જ ખાસ અને સુંદર ક્ષણ હશે. આ જ ર્નિણય અંગે સિલેક્ટર્સ સાથે વાત કરી હતી.