કડીમાં જૈફ ડૉક્ટરનાં પત્નીની હત્યા કરી પાંચ લાખની લૂંટ

Files Photo
મહેસાણા: મહેસાણાના કડીમાં લુંટ વિથ મર્ડરની ચોકાવનારી ઘટના બનવા પામી છે. જેમાં ધોળા દિવસે જયારે તબિબ પોતાના દવાખાને જાય છે. તેવા સમયે તેમની વૃદ્ધ પત્નીની ઘરમાં એકલતાનો લાભ લઈને કોઈ અજાણ્યા ઇસમે તેની હત્યા કરીને રૂ.૫ લાખની લુંટ કરી ફરાર થઇ ગયો છે. ધોળે દિવસે બનેલી આ ઘટનાએ મહેસાણા પોલીસને પણ દોડતી કરી દીધી છે. મહેસાણાના કડીમાં ધોળે દિવસે લુંટ વિથ મર્ડરની ઘટનાએ મહેસાણા પોલીસને દોડતી કરી દીધી છે. કારણ કે, જે જગ્યાએ આ ઘટના બની હતી તે મકાન કડીના પોષ વિસ્તારમાં રોડ ટચ કે જ્યાં લોકોની અવર જવર રહેતી હોય તેવા વિસ્તારની છે.
સમગ્ર ઘટના જાેઈએ તો, કડીમાં તબીબની પ્રેક્ટીસ કરતા જયંતીભાઈ પટેલ અને તેમની પત્ની ચંપાબેન કડીની સરદાર પટેલ સોસાયટીમાં રહે છે. તેમના ત્રણ દીકરા અમદાવાદ અને મુંબઈમાં રહે છે. જયંતીભાઈ ૧૦ ડિસેમ્બરે નિત્યક્રમ મુજબ તેમના દવાખાને ગયા હતા અને બપોરે એક વાગે પરત આવી જમીને ચાર વાગે પરત દવાખાને પણ ગયા હતા. ત્યારબાદ સાંજે ૮ કલાકે પરત ઘરે આવતા મુખ્ય દરવાજાે ખોલીને અંદર જતા બેડરૂમનો દરવાજાે ખુલ્લો હતો અને તેમના પત્ની નીચે પડેલી હાલતમાં જાેતા જ તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા. તપાસ કરતા તેમની પત્નીનું મૃત્યુ થયું હતું.
જેમના નાક અને મોઢામાંથી લોહી પડેલ પણ જણાયેલ હતું. બાદમાં પરિવારજનોને જાણ કરતા એકઠા થયેલ સભ્યોએ બીજી ચાવીથી તિજાેરી ચેક કરતા તેમાંથી રૂ.૫ લાખ રોકડા, ૬ તોલાની સોનાની બગડીઓ અને તિજાેરીની ચાવી પણ ગાયબ હતી. જેથી ચંપાબેનની લુંટના ઈરાદે હત્યા થઇ હોવાનું માલુમ પડતા કડી પોલીસ મથકે ફરિયાદ નોધાવાઈ હતી. આમ કડીમાં ધોળે દિવસે કોઈ અજાણ્યો ઇસમ તબીબના ઘરમાં ઘૂસીને તબીબની વૃદ્ધ ૭૩ વર્ષીય પત્ની પર હુમલો કર્યો હોય તેવું જણાયું.
આ અજાણ્યા શખ્સો હુમલો કરીને તેની પાસે રહેલી તિજાેરીની ચાવી ઝુંટવી રૂ.૫ લાખની અને સોનાની બંગડીઓની લુંટ કરી જાય છે. અને કોઈને ગંધ સુદ્ધા નથી આવતી. જે વિસ્તારમાં આ તબીબનું ઘર છે તે કડીની મધ્યમાં આવેલું છે. અને તબિબ જયારે સાંજે ૪ વાગ્યાથી ૮ વાગ્યા દરમ્યાન દવાખાને જાય છે. તે દરમ્યાન જ આ ઘટના બને છે તે પણ એક શંકા ઉપજાવનારી બાબત છે કે કોઈએ રેકી કરી ને પણ આ ઘટનાને અંજામ આપ્યો હશે. હવે જાેવું એ રહ્યું કે, પોલીસનું નાક કપાવા સમાન આ ઘટનાને શું પોલીસ ઉકેલી શકે છે ! અને કેટલા સમયમાં હત્યારાને પકડી લેવાય છે એ જાેવું રહ્યું.