સીબીઆઇની કસ્ટડીમાંથી ૧૦૦ કિલો સોનુ ગુમ થયું
ચેન્નાઇ, તમિલનાડુમાં સીબીઆઇની હિરાસતમાંથી ૧૦૨ કિલો સોનુ ગાયબ થઇ ગયું છે ત્યારબાદ મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ પોલીસને તેની તપાસ કરવાનો આદેશ આપ્યો છે આ સોનાની કીમત લગભગ ૪૩ કરોડ રૂપિયા છે હાઇકોર્ટના નિર્ણય બાદ સીબીઆઇને શર્મિદા થવું પડયું છે. એજન્સીનું કહેવુ છે કે જાે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે તો સીબીઆઇની પ્રતિષ્ઠા નીચે આવી જશે.
કોર્ટે સીબીઆઇની સ્થાનિક પોલીસ દ્વારા તપાસ ના કરાવવાની અરજીને રદ કરી દીધી છે અને સીબી સીઆઇડીને એફઆઇઆર દાખલ કરવા માટે કહ્યુ છે કોર્ટે કહ્યું કે આ સીબીઆઇ માટે અગ્નિ પરીક્ષા હોઇ શકે છે પરંતુ તેનું કંઇ કરી શકાય નહીં જાે સીતાની જેમ તેમના હાથ સાફ છે તો તે બચી જશે અને જાે નહીં તો તેમને તેનું નુકસાન ભોગવવું પડશે
સીબીઆઇના વિશેષ લોક અભિયોજકે રાજય પોલીસની જગ્યાએ સીબીઆઇ કે રાષ્ટ્રીય તપાસ એજન્સીથી તપાસ કરાવવાની વાત કહી છે તેના પર ન્યાયમૂર્તિ પી એન પ્રકાશે કહ્યું કે ્દાલત એવું કરી શકે નહીં કારમ કે કાનુન આ રીતના આક્ષેપને મંજુરી આપતુ નથી જજને કહ્યું કે તમામ પોલીસ કર્મચારીઓ પર વિશ્વાસ કરવો જાેઇએ અને એ કહેવું કે સીબીઆઇ અલગ છે અને સ્થાનિક પોલીસને તેમની તપાસ કરવી જાેઇએ નહીં તે ખોટું છે.૨૦૧૨માં ચેન્નાઇમાં મિરલ્સ એન્ડ મેટલ્સ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ સુરાણા કોર્પોરેશન પ્રત્યે અયોગ્ય વિશ્વાસ વ્યકત કર્યો હતો આ સોનુ અને ચાંદીની આયાતથી સંબંધિત હતો ત્યારબાદ સીબીઆઇએ ૪૦૦.૪૭ કિગ્રામ સોનુ જપ્ત કર્યું હતુ અને ફર્મના વોલ્ટમા ંજ સીલ કર્યું હતું.HS