સોલાનાં કુખ્યાત પ્રદીપ ઉર્ફે માયાને તેનાં જ બનેવીએ રહેંસી નાંખ્યો
બે આરોપીઓ પકડાયા: પ્રદીપના મિત્રો ઉપર પણ હુમલો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં લુંટ, ખુન, અપહરણ અને બળાત્કાર જેવા ગુનાઓ હવે સામાન્ય બની રહયા છે છેલ્લા કેટલાંક સમયથી છાશવારે પ્રકાશમાં આવતા સોલા વિસ્તારમાં શનિવારે આવો જ એક ગંભીર બનાવ બન્યો હતો જેમાં વિસ્તારનો નામચીન ગુંડા તત્વ પ્રદીપ ઉર્ફે માયાની હત્યા કરવામાં આી છે. હિસ્ટ્રીશીટર પ્રદીપની હત્યા તેના જ કૌટુંબિક બનેવીએ સાગરીતો સાથે મળીને કરી હોવાનું બહાર આવતાં ચકચાર મચી છે.
આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર પ્રદીપ ઉર્ફે માયા બ્રહ્મપ્રકાશ યાદવ ચાણકયપુરી પુરૂષોતમનગર ખાતે રહે છે. પ્રદીપને તેના કૌટુંબિક બનેવી અનીષ પાંડે (સરસ્વતીનગર, ચાંદલોડીયા) સાથે જુની અદાવત હતી જેનું સમાધાન કરવા અનીષ તેના મિત્રો રાહુલ શર્મા તથા અન્યો સાથે શુક્રવોર મોડી રાત્રે પ્રદીપના ઘરે ગયો હતો જયાં અગાઉથી પ્રદીપ ઉપરાંત તેના મિત્રો વિશ્વજીત ગોસ્વામી, અક્ષય ભરવાડ તથા એક યુવતી હાજર હતા. સમાધાન ચાલતુ હતું ત્યારે પ્રદીપે વિશ્વજીતને વિડીયો ઉતારવા કહયું હતું દરમિયાન પ્રદિપે અનીલ, રાહુલ તથા અન્ય શખ્સને લાફા માર્યા હતા જેના પગલે અનીષ તેના સાગરીતોને લઈ ત્યાંથી રવાના થઈ ગયો હતો અને પ્રદીપ સહીત તેના મિત્રો ઉપરના રૂમમાં સૂઈ ગયા હતા.
જાેકે શનિવારે મળસ્કે પાંચ વાગ્યે દરવાજાે ખખડાવતા વિશ્વજીત નીચે ઉતર્યો હતો જયાં અનિષ, રાહુલ, અનીલ કોરી, રાહુલ કોરી, નીતીન, અમાવશ, પ્રિતમ તથા અન્ય સહીત આશરે દસ જેટલા શખ્સો હાથમાં તલવારો, છરી અને દંડા સાથે જાેતા તુરંત ઉપર જઈ પ્રદીપને અનીષ તેને મારી નાખવા આવ્યો હોવાથી નીચે ન આવવા સુચના આપી હતી જાેકે આ સાંભળી પ્રદીપ જાેશમાં આવીને નીચે ઉતરી દરવાજાે ખોલવા જતો હતો પરંતુ વિશ્વજીતે તેમ ન કરવાનું કહી દરવાજાે બંધ કરવા જતાં ખુલી જગ્યામાંથી અનીષ તેના સાગરીતો સાથે તલવાર, દંડા વડે હુમલો કરી અંદર ઘુસી આવ્યા હતા. અને પ્રદીપ તથા વિશ્વજીત પર હુમલો કૃયો હતો. દરમિયાન અક્ષય અને અન્ય યુવતી પણ નીચે આવી જતાં તેમને પણ માર મારી અનીષે તેમની સાથે કોઈ ઝઘડો ન હોવાથી તમામને વચ્ચે ન પડવાનું કહી રસોડામાં પુરી દીધા હતા. જયારે પ્રદીપને માર માર્યા બાદ તેની ઉપર ખુની હુમલો કરતા આડેધડ તલવાર અને છરીના ઘા મારીને તેની હત્યા કરી હતી અને બાદમાં તમામ રફુચક્કર થઈ ગયા હતા થોડીવાર બાદ કોઈ અવાજ ન આવતા વિશ્વજીત અક્ષય તથા યુવતીએ કોઈક રીતે રસોડાનો દરવાજાે ખોલી બહાર આવતાં પ્રદીપ મળ્યો ન હતો જાેકે તપાસ કરતાં પ્રદીપની નગ્ન હાલતમાં લાશ ઘરની બહાર મળી આવી હતી. અનીષ સહીતના આરોપીઓએ તેને મારીને લાશ ઘરની બહાર ફેંકી દીધી હતી.
જેને પગલે વિશ્વજીતે જાણ કરતા સોલા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે રાહુલ શર્મા તથા અમાવશને ઝડપી લીધા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદીપ સોલા, સાબરમતી, કારંજ, ક્રાઈમબ્રાંચ સહીતના પોલીસ સ્ટેશનોમાં તેના વિરુધ્ધ મારામારી, લુંટ, અપહરણ, દારૂ, ખંડણી, આર્મ્સ એકટ સહીતના ગુનાઓમાં પકડાઈ ચુકયો છે. જયારે વટવા પોલીસ સ્ટેશનમાં તેના વિરૂધ્ધ પ૦ લાખ રૂપિયાની ખંડણી માંગવાનો ગુનો નોંધાયો હતો.