એક્ટીવા પર દેશી દારૂના પોટલાં આપવા આવતા બુટલેગરને એલ.સી.બી. પોલીસ એ દબોચ્યો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા, અરવલ્લી જીલ્લાના શહેરી અને ભિલોડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની રેલમછેલ જાેવા મળી રહી છે. મોડાસા શહેરના સર્વોદયનગર (ડુંગરી) વિસ્તારમાં રોજનો હજ્જારો લીટર દેશી દારૂ શ્રમિકો ગટગટાવી જતા હોય છે.
જેમાં મોટા ભાગનો દેશી દારૂનો જથ્થો છારાનગર (જીવણપૂર) સહીત મોડાસા શહેરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોડીંગ અને સીએનજી રિક્ષા અને સ્કૂટર,મોપેડ અને બાઈક મારફતે ઠાલવવામાં આવી રહ્યો હોવાનું જગજાહેર છે પોલીસતંત્ર પણ પ્રોહીબીશનના કેસ કરવાના હોય
ત્યારે સર્વોદય નગર વિસ્તારમાં ત્રાટકતી હોય છે સર્વોદય નગર વિસ્તારમા ૪ જેટલી મહિલાઓ દેશી દારૂના અડ્ડાઓ ચલાવી રહી છે અરવલ્લી એલસીબી પોલીસે એક્ટિવા પર પ્લાસ્ટિકના ચાર પોટલામાંથી દેશી દારૂ લીટર-૬૯ કીં.રૂ.૧૩૮૦/- નો જથ્થો જપ્ત કરી છારાનગર (જીવણપૂર) ના ધર્મેશ ધનજી પરમાર (છારા) નામના ખેપિયાને ઝડપી પાડી ૩૧ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી એલસીબી પીઆઈ આર કે પરમાર અને તેમની ટીમને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કઉં-કુકરી ગામમાં આવેલી પ્રાથમીક શાળાના બાજુમાં ખુલ્લા મેદાનમાં શકુનિઓ હારજીતની બાજી લગાવી બેઠા હોવાની બાતમી મળતા તાબડતોડ કઉં-કુકરી ગામે રેડ કરી ખુલ્લી જગ્યાને કોર્ડન કરી ગોળ કુંડાળું કરી ૫૧૦૦ રૂપિયાની બાજી લગાવી ગંજીપાનાનો જુગાર રમતા
૧)બાબુ સાહેબખાન ભટ્ટી ,૨) રઝાક જામુખા ભટ્ટી કઉં-કુકરી (બંને.રહે કઉં-કુકરી),૩)રઝાક ફકીરમોંહમદ ભટ્ટી ૪)મોં.હનીફ ગુલામનબી પટેલ ,૫)સલીમ અબ્દુલ કરીમ ઘાંચી(ત્રણે રહે,મોડાસા) ને ઝડપી પાડી તેમની અંગ જડતી લેતા વધુ રૂ.૧૧૧૦૦/- મળી કુલ.રૂ.૧૬૧૦૦/-ની રોકડ જપ્ત કરી ૫ જુગારીઓ સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલામ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.