પુત્રવધૂ સાથે કથિત રીતે અનૈતિક સંબંધની શંકામાં પતિનું ગળું કાપીને હત્યા
યુપીમાં પત્નીએ મોટી વહુની સાથે મળી પતિની હત્યા કરી-પતિનું તેની નાની પુત્રવધૂ સાથે કથિત રીતે અનૈતિક સંબંધો હતા, જેને પગલે તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા
ભદોહી, ઉત્તર પ્રદેશના ભદોહીમાં શનિવારે પત્ની અને મોટી વહુએ તેની નાની પુત્રવધૂ સાથે કથિત રીતે અનૈતિક સંબંધની શંકામાં એક વ્યક્તિનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના કોઈરૌના પોલીસ સ્ટેશનના સીતા સમાહિત સ્થળ નજીક ઈનાર ગામમાં શનિવાર મોડીરાતે ઘટી જ્યારે ગુલાબ યાદવ (૫૫) તેની નાની પુત્રવધૂ સાથે કથિત રીતે સુઈ રહ્યો હતો. પોલીસ અધિક્ષક રામ બદનસિંહે પ્રાથમિક તપાસ બાદ રવિવારે જણાવ્યું હતું કે ગુલાબ યાદવને ચાર પુત્રો છે અને બધા મુંબઇમાં રહે છે, અહીં તેની પત્ની ડગરી દેવી (૪૮), મોટી પુત્રવધૂ રાધિકા અને નાની વહુ પૂનમ (૨૫) સાથે રહે છે.
તેમણે કહ્યું કે ગુલાબ યાદવે તેની નાની પુત્રવધૂ પૂનમ સાથે કથિર રીતે અનૈતિક સંબંધો બનાવ્યા હતા, જ્યારે તેની પત્ની અને મોટી વહુ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે ગુલાબે બંનેને તેમના ઘરથી ૧૦૦ મીટર દૂર બીજા મકાનમાં રહેવા મોકલ્યા હતા. પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, એક અઠવાડિયા પહેલા મોટી વહુએ પૂનમને પિયરે મોકલી દીધી હતી. જેના પર ગુલાબે મોટી પુત્રવધૂ રાધિકાની આંખમાં ઈજા પહોંચાડી હતી અને માથામાં પથ્થર વડે ઇજા પહોંચાડી હતી.
તેમણે જણાવ્યું કે ચાર દિવસ પહેલા ગુલાબ પૂનમને પાછો ઘરે લાવ્યો હતો. સિંહે રવિવારે જણાવ્યું હતું કે ગઈરાત્રે પૂનમે પોલીસને માહિતી આપી હતી કે તેની સાસુ ડગરી દેવી અને રાધિકા તેની છરી વડે મારવા આવી રહ્યા હતા, પોલીસ પહોંચી ત્યારં ગુલાબ યાદવનું ગળું કાપેલી હાલતમાં મળી આવ્યું હતું. ત્યારબાદ તેને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો. પોલીસે પ્રાથમિક તપાસના આધારે જણાવ્યું હતું કે પૂનમ સાથે ગુલાબ યાદવના અનૈતિક સંબંધની પુષ્ટિ થઈ છે.
પોલીસ અધિક્ષક રામ બદનસિંહે જણાવ્યું હતું કે, બધાથી પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે અને પૂછપરછ દરમિયાન અનેક નિવેદનો બહાર આવ્યા બાદ પૂનમે પણ પોલીસને માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો. સિંહે કહ્યું કે હત્યા કેવી રીતે અને કોણે કરી તેની તપાસ ઉંડાણપૂર્વક કરવામાં આવી રહી છે, હજી સુધી આ કેસમાં કોઈ તાકીર મળી નથી. પોલીસે ગુલાબના ચારેય પુત્રોને માહિતી મોકલી છે.