Western Times News

Gujarati News

અન્નદાતાની વાર્ષિક આવક કોર્પોરેટ કંપનીમાં કામ કરતાં ફ્રેશરથી ઓછી

નવી દિલ્હી: દેશમાં જ્યારે ખેડૂતોનું આંદોલન તેની ચરમસીમા પર છે. અનેક પ્રકારની માગણીઓને લઈને કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો રસ્તા ઉપર બેઠેલા છે. સરકારે વર્ષ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બેગણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ત્યારે એ જાણી લેવું રસપ્રદ છે કે ખેડૂતોની કમાણી હકીકતમાં કેટલી હોય છે. દેશના અબજપતિઓથી લઈ ગરીબ-મધ્યમ વર્ગ સુધી બધાની ભૂખ મટાડનારા ખેડૂતોનું પોતાનું પેટ મુશ્કેલીથી ભરાય છે. એક સર્વે પ્રમાણે ભારતીય ખેડૂતોની સરેરાશ વાર્ષિક કમાણી ૭૭ હજાર ૧૨૪ રૂપિયા છે.

એટલે એક મહિને માત્ર ૬૪૨૭ રૂપિયા છે. એટલે ખેડૂતની પાસે બચતના નામે માત્ર ઠન-ઠન ગોપાલ છે. આથી અવારનવા તેમને સારવાર, બિયારણ-અનાજ જેવા ઈનપુટ માટે લોન કે દેવું કરવું પડે છે. અને દેશમાં મોટી સંખ્યામાં દર વર્ષે અનેક ખેડૂતો દેવું ન ભરી શકતાં આત્મહત્યા કરી લે છે.

એનસીઆરબીના આંકડા પ્રમાણે ૨૦૧૯માં લગભગ ૪૩,૦૦૦ ખેડૂતો અને ખેતમજૂરોએ આત્મહત્યા કરી. આંકડા પ્રમાણે વર્ષ દરમિયાન ૩૨,૫૬૩ દહાડી મજૂરો (રોજ પર કામ કરતા મજૂરો) એ પોતાનું જીવન સમાપ્ત કરી લીધું. કુલ કેસમાં આ આંકડાની ટકાવારી લગભગ ૨૩.૪ ટકા રહી. જ્યારે ૨૦૧૮માં આ આંકડો ૩૦,૧૩૨ હતો. એનસીઆરબીએ જણાવ્યું કે ૨૦૧૯માં ખેતી સાથે જાેડાયેલા ૧૦,૨૮૧ લોકોમાં ૫૯૫૭ ખેડૂત અને ૪૩૨૪ ખેતીમજૂરોએ આત્મહત્યા કરી.

આ આંકડા એટલા માટે સમજવા જરૂરી છે. કેમ કે દર વર્ષે ભારતમાં હજારો ખેડૂતો વ્યાજ ન ભરી શકતા, પઠાણી ઉઘરાણી કરતાં માનસિક ત્રાસથી આત્મહત્યા કરવા મજબૂર બને છે. ખેડૂતોની કમાણીની સરેરાશ જાેઈએ તો આ મામલામાં પંજાબ સૌથી વધારે આગળ અને બિહાર સૌથી પાછળ છે.

સૌથી વધારે સરેરાશ કમાણી પંજાબના ખેડૂતોની વાર્ષિક ૨,૧૬,૭૦૮ રૂપિયા છે. પરંતુ સૌથી વધારે કમાણી કરનારા પંજાબના ખેડૂતોની સરેરાશ જાેઈએ તો કોઈ સારી કોર્પોરેટ કંપનીમાં કામ કરનારા કોઈ ફ્રેશર યુવાની આવક કરતાં પણ ઓછી છે. પંજાબ પછી સૌથી વધારે સરેરાશ હરિયાણાના ખેડૂતોની વાર્ષિક આવક ૧,૭૩,૨૦૮ રૂપિયા છે. તેના પછી ખેડૂતોની કમાણીના મામલામાં ત્રીજું સ્થાન જમ્મુ કાશ્મીરનું છે. જ્યાં ખેડૂતોની વાર્ષિક સરેરાશ આવક ૧,૫૨,૧૯૬ રૂપિયા છે.

કાશ્મીરના ખેડૂતોની આવક ગુજરાત, મહારાષ્ટ્ર જેવા સંપન્ન રાજ્યો કરતાં પણ ઘણી વધારે છે. કેરળમાં ખેડૂતોની વાર્ષિક આવક ૧,૪૨,૬૬૮ રૂપિયા છે. કેરળ પછી કર્ણાટકનો નંબર આવે છે. જ્યાંના ખેડૂતોની વાર્ષિક આવક ૧,૦૫,૯૮૪ રૂપિયા છે. સંપન્ન કહેવાતા રાજ્ય એવા ગુજરાતના ખેડૂતોની વાર્ષિક કમાણી ૯૫,૧૧૨ રૂપિયા છે. તો મહારાષ્ટ્રના ખેડૂતોની આવક ૮૮,૬૨૦ રૂપિયા છે. મધ્ય ભારતની વાત કરીએ તો રાજસ્થાનના ખેડૂતોની આવક ૮૮,૧૮૮ રૂપિયા, મધ્ય પ્રદેશના ખેડૂતોની આવક ૭૪,૫૦૮ રૂપિયા છે. છત્તીસગઢના ખેડૂતોની વાર્ષિક કમાણી ૬૧,૧૨૪ રૂપિયા છે. ઓડિશાના ખેડૂતો વર્ષે ૫૯,૭૧૨ રૂપિયાની કમાણી કરે છે.

પશ્વિમ બંગાળના ખેડૂતોની આવક ૪૭,૭૬૦ રૂપિયા અને ઝારખંડના ખેડૂતોની આવક ૫૬,૬૫૨ રૂપિયા છે. ઉત્તર પ્રદેશ અને બિહાર યાદીમાં સૌથી નીચે રહેનારા તે રાજ્યોમાં સામેલ છે. જ્યાં ખેડૂતોની સરેરાશ આવક સૌથી ઓછી છે. ઉત્તક પ્રદેશના ખેડૂતોની આવક માત્ર ૫૮,૯૪૪ રૂપિયા છે. તો બિહારના ખેડૂતોની વાર્ષિક આવક માત્ર ૪૨,૬૮૪ રૂપિયા છે. બિહાર આ યાદીમાં સૌથી નીચેના સ્થાને છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે આ રાજ્યોમાં ઉપજાઉ કહેવાતા ગંગા-યમુનાના મેદાની વિસ્તારો છે. હાલ કેન્દ્ર સરકાર ૨૦૨૨ સુધીમાં કઈ રીતે આ ખેડૂતોની આવક બેગણી કરશે તે સૌથી મોટો સવાલ છે. કેમ કે અમુક રાજ્યોમાં તો કોઈપણ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતાં સામાન્ય પટાવાળા કરતાં પણ તેની વાર્ષિક ઓછી છે. ત્યારે શું કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કોઈ બ્રહ્માસ્ત્ર શોધશે કે પછી કોઈ નવો આવિષ્કાર કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.