અભિનેત્રી હિના ખાન ટ્રેડિનશલ ડ્રેસમાં દેખાઈ
મુંબઈ: હિના ખાન હાલ ખૂબ જ ખુશ છે કારણ કે, તે એક એવોર્ડ ફંક્શનમાં યે રિશ્તા ક્યા કહેલાતા હૈની અક્ષરા બનીને પરત આવવાની છે. અક્ષરાના કેરેક્ટરના કારણે હિના ખાનને નામના મળી અને ઘર-ઘરમાં જાણીતી થઈ. તેના માટે ફરીથી આ ભૂમિકા નિભાવવી ખૂબ સરળ રહેવાની છે.
એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ટ્રેડિનશલ આઉટફિટમાં જાેવા મળી રહી છે. બેકગ્રાઉન્ડમાં યે રિશ્તા ક્યા કહેલાતા હૈનું ટ્રેક વાગી રહ્યું છે. પિંક કલરની ચોલી અને લહેંગામાં હિના ખાન ગોર્જિયસ લાગી રહી છે.
એક્ટ્રેસે આ રોલ નિભાવવાની તક આપવા માટે અને અક્ષરાને પ્રેમ આપવા માટે પોતાના ફેન્સ તેમજ ચેનલનો આભાર વ્યક્ત કરતી એક નોટ લખી છે. તેણે તેવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તેણે આ કેરેક્ટર અને શો માટે પોતાનું દિલ સમર્પિત કરી દીધું હતું. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, તમારું દિલ ચોરાવવા તે આવી રહી છે. આ તમામ અક્ષરા લવર્સ માટે છે. અક્ષરાને હંમેશા યોગ્ય આપવા માટે મેં મારું દિલ આ કેરેક્ટર અને શોને આપી દીધું હતું.
તમારા કેરેક્ટરને ફરીથી નિભાવવાની તક મળે તે એક સારી તક છે. ફરીથી ટેલિકાસ્ટ કરવા માટે અને ફરીથી તેને નં.૧ શો બનાવવા માટે ખૂબ-ખૂબ આભાર. શો છોડતા પહેલા એક્ટ્રેસે આઠ વર્ષ સુધી પોપ્યુલર વહુ અક્ષરાનો રોલ નિભાવ્યો હતો. હિના ખાન ન માત્ર ફેશન આઈકન બની પરંતુ કાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના રેપ કાર્પેટ પર વોક કરનારી પહેલી ટીવી એક્ટ્રેસ પણ બની. એક્ટ્રેસે ગયા વર્ષે રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું અને વાહવાહી પણ મેળવી. એક્ટ્રેસે યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાના રોલથી ટેલિવિઝનમાં પોતાના કરિયરની શરુઆત કરી હતી અને એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની ગઈ.
ટીવીની વહુથી લઈને ગ્લેમરસ દિવા બનવા સુધીની તેની સફર ફેન્સને પણ ખૂબ ગમી. યે રિશ્તા ખતરો કે ખિલાડીથી લઈને બિગ બોસ ૧૧ સુધી હિના ખાનનો ગ્રોથ થતો રહ્યો. હિના ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ફિટેસ્ટ હીરોઈનોમાંથી એક છે અને ટ્રેન્ડ પણ સેટ કરતી રહે છે.