IIT મદ્રાસમા કોરોનાના સંક્રમણમા વધારો: લેબ- લાઇબ્રેરી બંધ, કેમ્પસમા લોકડાઉન
મદ્રાસ, આઇઆઇટી મદ્રાસમા કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે. છેલ્લા બે અઠવાડિયામા કોરોનાના 71 કેસ સામે આવ્યા છે. જેમાંથી 66 વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. લાઇબ્રેરી- લેબને પણ બંધ કરવામા આવી છે. કેમ્પસમા પણ થોડા સમય માટે લોકડાઉન લાગુ કરાયુ છે.
સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા મુજબ, રવિવારે કેમ્પસમા કોરોના વાઇરસના 32 નવા કેસ નોંધાયા છે. આગામી સમયમા કેસમા સતત વધારો જોવા મળશે. તમિલનાડુ સરકારએ કેમ્પસમા હાજર વિદ્યાર્થીના કોરોના ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. આઇઆઇટી મદ્રાસએ રવિવારે નિવેદન જાહેર કર્યુ છે કે, બધા વિભાગોને તાત્કાલિક ધોરણે બંધ કરવામા આવ્યા છે.
સ્વાસ્થ્ય સચિવ જે. રાધાકૃષ્ણનુ કહેવુ છે કે સ્વાસ્થ્ય અધિકારી મદ્રાસ કેમ્પસમા ફેલાયેલા કોરોના સંક્રમણ પર તેઓ ધ્યાન રાખી રહ્યા છે. તેમણે વધુમા કહ્યુ કે અમને એવુ લાગી રહ્યુ છે કે કોમન મેસ કોરોના સંક્રમણનુ મુખ્ય કારણ છે. ત્યાં બધા વિદ્યાર્થીઓ એકઠા થાય છે. અમે ઇન્સ્ટીટ્યૂટના મેસને બંધ કરવા અને હોસ્ટેલમા સીધી ફૂડ ડિલીવરી કરવાની સલાહ આપી છે. કેમ્પસમા હાજર કર્મચારી તેમજ વિદ્યાર્થીના કોરોના ટેસ્ટ કરવામા આવી રહ્યા છે. ચેન્નઇ કોર્પોરેશનએ પણ તેમા સહયોગ આપ્યો છે.
સત્તાકીય ડેટા અનુસાર, હાલમા કેમ્પસમા 774 વિદ્યાર્થી છે. વિદ્યાર્થી માટે 9 હોસ્ટેલ છે અને 1 ગેસ્ટ હાઉસ છે, જ્યાં કોરોના સંક્રમણ ફેલાયુ છે. 408 વિદ્યાર્થીના સેમ્પલ ટેસ્ટ માટે આપવામા આવ્યા છે. કૃષ્ણા હોસ્ટેલમા 22 જ્યારે જમુના હોસ્ટેલમા 20 કેસ સામે આવ્યા છે.