મોટી રકમની લેવડદેવડ માટેની RTGS સુવિધા 24 કલાક માટે ઉપલબ્ધ
મોટી રકમની લેવડ-દેવડ માટે રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) સર્વિસ રવિવાર-સોમવાર અડધી રાતથી 24 કલાક માટે શરૂ થઈ ગઈ છે. આ રીતે ભારત વિશ્વના એવા કેટલાક દેશોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં RTGSની સુવિધા સપ્તાહના 7 દિવસ 24 કલાક મળે છે.
RBIએ ઓક્ટોબરમાં એલાન કર્યું હતું કે, RTGSની સુવિધા વર્ષના 365 દિવસ 24 કલાક માટે ઉપલબ્ધ થશે. લગભગ 1 વર્ષ પહેલા RBIએ NEFTના ઑપરેશનને 24 કલાક કર્યું હતું. NEFT ઓછી રકમના ટ્રાન્જક્શન માટેની જાણીતી રીત છે.
RTGS સેવા શરૂ થવા પર ગવર્નર શક્તિકાંત દાસે ટ્વીટર પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, આજે રાત્રે 12:30 કલાકથી RTGS સુવિધા 24 કલાક 365 દિવસ ઉપલબ્ધ રહેશ. આ પ્રયાસને સફળ બનાવવા માટે RBI ટીમ, IFTAS અને સર્વિસ પાર્ટનરને શુભેચ્છા.