Western Times News

Gujarati News

કુમકુમ મંદિર ખાતે ધનુર્માસની ઉજવણી કરવામાં આવશે

(આ વર્ષે લગ્ન આદિ અટકશે તો કોરોના વાયરસનું સંક્રમણ પણ ઘટશે.)

તા. ૧૫ ડીસેમ્બર ને મંગળવાર થી ધનુર્માસ નો પ્રારંભ થશે.

જયારે સૂર્યનારાયણ ધનુ રાશીમાં એટલે કે પશ્ચિમ વિથીકામાં પ્રવેશ કરે ત્યારે, ધનુર્માસ કહેવાય છે. – સાધુ પ્રેમવત્સલદાસજી

(જેથી લગ્ન – મકાનના વાસ્તુઓ – ઉદ્ઘાટનો આદિ શુભ કાર્યો અટકી જશે.)

તા. ૧૫ ડીસેમ્બર થી ધનુર્માસનો પ્રારંભ થશે. આ ધનુર્માસમાં ભગવાનનું – ધૂન – ભજન કીર્તન કરવામાં આવે છે. જેથી દરેક મંદિરો ભકિતભાવ થી ગુંજે ઉઠે છે.જયારે સૂર્યનારાયણ ધનુ રાશીમાં એટલે કે પશ્ચિમ વિથીકામાં પ્રવેશ કરે ત્યારે ધનુર્માસ કહેવાય છે.ધનુર્માસ ચાલુ હોય ત્યારે ચાંદ્રમાસ માગશીર્ષ ચાલુ હોય છે. અદિતથી થકી બાર આદિત્ય ઉત્પન્ન થયા છે. તેમાં ધનુર્માસમાં સૂર્યનારાયણ વિષ્ણુ નામથી તપે છે. અને તે સર્વ આદિત્યમાં શ્રેષ્ઠ ગણાય છે. તેથી ધનુર્માસનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ વર્ણવામાં આવેલું છે.

ધનુર્માસ અંગે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, આ ધનુર્માસમાં આ લોકની અંદર લગ્નનો વિધિ, મકાન કે ઓફિસોના ઉદ્ઘાટન કે તેના શિલાન્યાસ વગેરે માંગલિક કાર્યો મોટા ભાગે કરવામાં આવતા નથી.તેની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે, પૂર્વદિશા સૂર્યની છે.પશ્ચિમ દિશા વિરોધી એવા શનિની છે. ધન રાશિ પશ્ચિમ દિશામાં આવેલી છે.ત્યાં સૂર્ય શનિના અક્ષમાં જાય છે.તેના કિરણો અતિવક્ર પડતા હોવાથી માંગલિક કાર્યો થતા નથી. જે કાર્યો તા. ૧૪ જાન્યુઆરી – ઉત્તરાયણ પછી પ્રારંભ થાય છે. મહાભારતનું મહાભયંકર યુઘ્ઘ ધનુમાસિ દરમ્યાન થયું હતું.જેમાં મહાભયંકર રક્તપાત્‌ થયો હતો. તેથી તેને અમાંગલિક માનવામાં આવે છે.

:- સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધનુર્માસ શા માટે ? :-
ધનુર્માસ અંગે સ્વામિનારાયણ મંદિર -કુમકુમ ના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે,ધનુર્માસમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન ભણવા જાય છે એવી માન્યતાને કારણે મંદિરોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની સમક્ષ સ્લેટ, પેન, ચોપડી, નોટ, લેપટોપ આદિ ભણવાની સામગ્રી મૂકવાની પરંપરા છે. ભગવાન ભણવા જતા હોવાથી ભકતો પણ આ માસ દરમ્યાન સત્સંગિજીવન,વચનામૃત,જીવનપ્રાણ બાપાશ્રીની વાતો,મુકતજીવન સ્વામીબાપાની વાતો આદિ સત્શાસ્ત્રોનું પઠન,પાઠન કરીને અભ્યાસ કરે છે. તથા ભગવાન આગળ સગડી મૂકે છે. થાળ ધરાવે છે.અને વ્હેલી સવારથી જ મંગળા આરતી બાદ ધૂન – ભજન કરે છે.

:- ધનુર્માસ પ્રસંગે કુમકુમ મંદિર દ્રારા કાર્યક્રમ :-
શ્રી સ્વામિનારયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ દ્રારા શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી કોરોના વાયરસના કારણે મંદિરમાં સત્સંગીઓ – સંતો ભેગા થઈને દર વર્ષની જેમ ધૂન નહી કરે પરંતુ સત્સંગીઓ પોતપોતાના ઘરે ધૂન ભજન કીર્તન કરશે. અને ધર્મગ્રંથનું પઠન પાઠન કરશે.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.