ભરૂચના ટ્યુશન કલાસીસ સંચાલકોની ફાયર એનઓસી માટે પાલિકા પ્રમુખને રજુઆત
(પ્રતિનિધિ) ભરૂચ : સુરતના સરથાણા ના અગ્નિ તાંડવ ની દુર્ઘટના બાદ ભરૂચ ના ટ્યુશન કલાસીસ સંચાલકો ને ફાયર એનઓસી મેળવી લેવા કરાયેલ તાકીદ બાદ આ માટે પુનઃ ભરૂચના ટ્યુશન કલાસીસ સંચાલકો એ પાલિકા પ્રમુખ ની મુલાકાત લઈ મંજૂરી માટે ની માંગણી કરી હતી.
સુરતના સરથાણા ના ટ્યુશન કલાસીસ ની દુર્ઘટના બાદ ભરૂચ સહિત સમગ્ર રાજ્ય માં વહીવટી તંત્ર દ્વારા આ અંગે તપાસ હાથ ધરી ફાયર સુવિધા ઉપલબ્ધ કરાવ્યા વિના કલાસીસ ચાલુ ન કરવા તાકીદ કરવામાં આવી હતી.પાલિકા દ્વારા ૪૦ થી વધુ ટ્યુશન કલાસીસ સંચાલકો ને આપવામાં આવેલ નોટિસ બાદ ટ્યુશન કલાસીસ સંચાલકો એ જરૂરી ફાયર ઉભી કરવા સાથે આવવા જવાના રસ્તા વિગેરે ની સરકાર ની ગાઈડ લાઈન્સ પ્રમાણે વ્યવસ્થા કરી પાલિકા પ્રમુખ ની મુલાકાત લઈ તેઓ ને ફાયર એનઓસી આપવા રજુઆત કરી હતી.
જેથી ટ્યુશન કલાસીસ ચાલુ થતા વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ થઈ જશે.
તેઓ એ પાલિકા તંત્ર ના સકારાત્મક અભિગમ ની સરાહના કરી હતી.તો ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ ટ્યુશન કલાસીસ સંચાલકો ની રજુઆત સાંભળી પાલિકા ની ટિમ સ્થળ નિરીક્ષણ કરી સરકારી ગાઈડ લાઈન્સ મુજબ ની સુવિધા પૂર્ણ થતી હશે તે તમામ ટ્યુશન સંચાલકો ને ફાયર એનઓસી ની મંજૂરી આપી દેવામાં આવશે.
આગામી શૈક્ષણિક સત્ર શરૂ થવા સાથે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે અને પરીક્ષા માં બે વિષય માં નાપાસ થનાર માટે પુનઃ પરીક્ષાઓ યોજાનાર છે ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ તુરંત જ ચાલુ થઈ શકે તે માટે ના વહીવટી તંત્ર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે.*