Western Times News

Gujarati News

ભારતમાં કુપોષણ અને મોટાપો વધી રહ્યા છે: રિપોર્ટમાં ખુલાસો

નવીદિલ્હી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ૨૦૧૯-૨૦માં કરવામાં આવેલ રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ (એનએફએચએસ)નો પાંચમા રિપોર્ટના પહેલા ભાગે જારી કર્યો છે. જાે કે આ સર્વેક્ષણ લગભગ ત્રણ વર્ષના અંતર બાદ આયોજીત કરવામાં આવ્યો છે.આ રિપોર્ટના પહેલા ભાગમાં દેશના ફકત ૨૨ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જ સામેલ કરવામાં આવ્યા છે જે દેશની વસ્તીના લગભગ અડધા ભાગમાં છે તેમાં મહારાષ્ટ્ર બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજય સામેલ છે પરંતુ તેમાં દેશના સૌથી મોટી વસ્તીવાળા રાજય ઉત્તરપ્રદેશ સામેલ નથી રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણના આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના બાળકોમાં કુપોષણ અને મોટાપો વધ્યો છે.

જાે કે આ પહેલા ૨૦૧૫-૧૬માં જારી કરવામાં આવેલ એનએફએચએસની ચોથા રિપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં બાળકોમાં કુપોષણ ઓછું થયું છે જયારે હવે જારી કરવામાં આવેલ પાંચમા રિપોર્ટમાં તેના વધવાની વાત કહેવામાં આવી છે રિપોર્ટ અનુસાર પોતાની ઉમરમાં સામાન્ય લંબાઇથી ઓછી બાળકોની ભાગીદારી ૧૩ રાજયોમાં વધી છે જયારે પોતાની લંબાઇના હિસાબથી ઓછા વજનવાળા બાળકોની ભાગીદારી ૧૨ રાજયોમાં વધી છે.

સર્વેક્ષણના રિપોર્ટ અનુસાર બાળકોમાં કુપોષણ અને મોટાપાના હિસાબથી બિહાર પહેલા સ્થાન પર છે પોતની આયુના હિસાબથી ઓછી ઉંચાઇવાળા બાળકોની ભાગીદારી ૨૦૧૫-૧૬માં ૪૮.૩ ટકા હતી જે હવે ૪૨.૯ ટકા થઇ ગઇ છે.જયારે ગુજરાત આ મામલાંમાં બીજા સ્થાને જયારે કર્ણાટક ત્રીજા સ્થાન પર છે ગુજરાતમાં આ ભાગીદારી ૩૯.૦ ટકા જયારે કર્ણાટકમાં આ ૩૫.૪ ટકા છે.

ઓછા વજનવાળા બાળકોના મામલામાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે પોતાની ઉચાઇના હિસાબથી ઓછું વજન વાળા બાળકોની ભાગીદારી જયાં ૨૦૦૫-૬માં ૧૬.૫ હતી, ૨૦૧૫-૧૬માં ૨૫.૬ ટકા થઇ ગઇ જયારે હવે ૨૦૧૯-૨૦માં પણ તે ૨૫.૬ ટકા થઇ ગઇ છે.આ મામલામાં ગુજરાત બીજા સ્થાન પર જયારે બિહાર ત્રીજા સ્થાન પર છે ગુજરાતમાં આ ભાગીદારી ૨૫.૧ ટકા જયારે બિહારમાં આ ૨૨.૯ ટકા છે.

રિપોર્ટ અનુસાર ઓછા વજન અને વધુ વજન વાળા બાળકોની ભાગીદારીમાં પણ વધારો થયો છે જયો ૧૬ રાજયોમાં ઓછા વજનવાળા બાળકોની સંખ્યા વધી છે તો ૨૦ રાજયોમાં વધુ વજન વાળા બાળકોની સંખ્યામાં વધારો થયો છે રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં મોટાપા અને લોહીની કમીનો સામનો કરી રહેલ લોકોની સંખ્યામાં વધારો થયો છે.
સર્વેક્ષણમાં સામેલ ૨૨માંથી ૧૯ રાજયોમાં પુરૂષોમાં મોટાપા વધ્યો છે જયારે ૧૬ રાજયોમાં મહિલાઓમાં આ વધારો થયો છે મહિલાઓમાં સૌથી વધુ મોટાપો કર્ણાટકમાં જાેવા મળ્યો છે જયારે પુરુષોમાં સૌથી વધુ મોટાપો જમ્મુ કાશ્મીરમાં જાેવા મળ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.