શ્રીમતી નેહા લાલ – બેકલાઈન મેડિકલ હીરો ઓફ ધી યર એવોર્ડથી સન્માનિત
આપનો દેશ અને વિશ્વ કોવીડ મહામારીના એક ખુબ જ તણાવપૂર્ણ અને પડકારજનક સમયનો સામનો કરી રહ્યા છે.
પરંતુ આ કપરા સમયમાં પણ એવા લડવૈયાઓ છે કે જેમણે આ વૈશ્વિક રોગચાળાનો નવીન વિચારો અને સઘન કાર્યપદ્ધતિ દ્વારા મજબૂત લડત આપી છે.
આવા જ એક લડવૈયા, નેહા લાલ (સિનિયર જનરલ મેનેજર – ઓપરેશન્સ અને એચ.આર. – જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર)ને કોવિડ મહામારી દરમિયાન તેમની ઉમદા કામગિરી માટે વ્યાપારજગત કંવેશન અને એવોર્ડ્સ (YJCA) 2020 અંતર્ગત આયોજિત કોવિડ રિસ્પોન્સ એવોર્ડ્સમાં બેકલાઈન મેડિકલ હીરો ઓફ ધી યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોવિડ રિસ્પોન્સ એવોર્ડ્સ, એવા ભારતીય અગ્રણીઓને સન્માનિત કરે છે કે જેમણે ભારતમાં કોરોનવાઈરસ સામેની લડતમાં અગ્રેસર રહ્યા હોય અને તેમની અમૂલ્ય સેવા-કાર્ય માટે બહુમાન કરે છે.
આ એવોર્ડ મેળવતા નેહા લાલે કહ્યું કે, આ એવોર્ડ મારી તેમજ જીસીએસ હોસ્પિટલ માટે એક ખુબ જ ગર્વજનક અને સન્માનદાયક ક્ષણ છે. જીસીએસ હોસ્પિટલ પહેલેથી જ કોવિડ સામેની લડતમાં અગ્રેસર રહ્યું છે. આ એવોર્ડ અમારા તમામ કોવિડ વોરિયર્સની અથાક મહેનત અને લડતનું પરિણામ છે
જે કોવીડ સામેની આ લડતમાં ખુબ જ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આ સન્માન અમને આ લડતમાં અમારું શ્રેષ્ઠ યોગદાન આપવા વધુ હિંમત અને તીવ્ર પ્રેરણા આપશે. 12મી ડિસેમ્બરના રોજ કોવિડ રિસ્પોન્સ એવોર્ડ્સનું વિવિધ ક્ષેત્રોના ઓનલાઇન કાર્યક્રમ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું,
જેમાં 2000+ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વ્યાપારજગત એ ભારતનું એક અગ્રણી ડિજિટલ બિઝનેસ પ્લેટફોર્મ છે જે વિવિધ ક્ષેત્રોના ઉભરતા ઉદ્યમીઓ-લીડર્સનું તેમના કાર્ય અને યોગદાન બદલ સન્માન કરે છે.