છઠ્ઠા IISF2020 નું 22 થી 25 ડિસેમ્બરના રોજ વર્ચ્યુઅલી આયોજન કરવામાં આવશે
આઈઆઈએસએફ 2020નું એક વિશિષ્ટ અને વિશેષ આકર્ષણ હશે “વિદ્યાર્થી વિજ્ઞાન વિલેજ”
છઠ્ઠો ભારત-આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ (ઈન્ડિયા-ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ – આઈઆઈએસએફ 2020) એ સંશોધન ક્ષેત્રે ભારતની સિદ્ધિઓની ઉજવણી અને આત્મનિર્ભરતા તેમજ વિશ્વ માટે જરૂરી વિજ્ઞાનનો ફાળો આપવાના હેતુ સર વિદ્યાર્થીઓ, સંશોધનકારો, ઇનોવેટર્સ, કલાકારો અને સામાન્ય લોકોને એક સાથે લાવવાનું દેશનું સૌથી મોટો એક મંચ છે. આ કાર્યક્રમ યુવા પેઢીને અને ભારતને વિજ્ઞાન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટેનો છે. જે આગામી તા. 22 થી 25 ડિસેમ્બર 2020ના રોજ વર્ચ્યુઅલ (ઓનલાઇન) પ્લેટફોર્મ દ્વારા યોજાનાર છે.
આઈઆઈએસએફ 2020નું એક વિશિષ્ટ અને વિશેષ આકર્ષણ “વિદ્યાર્થી વિજ્ઞાન વિલેજ” હશે જેનો ઉદ્દેશ સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે અભિદર્શન પૂરું પાડવાનું અને તેમને વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રમાં ભારતની સિદ્ધિઓ વિષે જાગૃત કરવાનું અને વિજ્ઞાન અભ્યાસ પ્રત્યે ઉત્સાહી બનાવવાનો છે. વિદ્યાર્થી વિજ્ઞાન વિલેજ 2020માં વિદ્યાર્થીઓને ભારત અને વિદેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો/ શિક્ષણ શાસ્ત્રીઓ/ ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરવાની, દૈનિક પ્રવૃતિઓ અને વિકાસનું આદાન પ્રદાન કરવાની પૂરતી તક મળશે.
આ વર્ષનો વિદ્યાર્થી વિજ્ઞાન વિલેજ 2020 કાર્યક્રમ “સ્કૂલ સાયન્સ ફોર સસ્ટેનેબિલિટી” થીમ સાથે ઉજવવામાં આવશે. ચાર દિવસના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે અનેક કાર્યક્રમો યોજાશે અને તેમાં 1. પ્રાયોગિક-ભૌતિક શાસ્ત્રનો સમાવેશ, 2. ગણિત સાથે આનંદ, 3. રસાયણ સાથે ગમ્મત, 4. જૈવિક વિજ્ઞાન સાથેના પ્રયોગો, 5. લોકપ્રિય વાર્તાલાપ, 6. ક્વિઝ સ્પર્ધા, 7. મેગા સાયન્સ, ટેક્નોલૉજી અને ઔધ્યોગિક એક્સપો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ધો. 9,10 અને 11ના વિદ્યાર્થીઓ નીચે જણાવેલ કાર્યક્રમની લિન્ક પર જઇ પોતાનું ફ્રી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 18 ડિસેમ્બર 2020 છે. આ ઉપરાંત રજીસ્ટ્રેશન કરી ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન સ્વરૂપે “સર્ટિફિકેટ” મળશે.