ટ્રેનની સાઈડ લોઅર બર્થની ડિઝાઈનમાં ફેરફાર કરાયો
નવી દિલ્હી: ટ્રેનની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે ભારતીય રેલવેએ સાઈડ લોઅર બર્થની ડિઝાઈનમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારથી હવે મુસાફરોની કમરમાં દુઃખાવા થવાની ફરિયાદ નહીં રહે. રેલવેએ મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે નવી ડિઝાઈનમાં સ્પ્લિટ ઓપ્શનની સાથે હવે અલગથી એક સ્લાઈડ સીટ પણ આપી છે.
તેને લઈને રેલવે મંત્રી પીયૂષ ગોયલે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક વિડીયો પણ શેર કર્યો છે. રેલવે મંત્રીએ શેર કરેલા વિડીયોમાં જાેઈ શકાય છે કે ,એક અધિકારી નવી લોઅર સાઈડ બર્થની ખૂબીઓ વિશે જણાવી રહ્યા છે. હકીકતમાં, ટ્રેનોમાં લોઅર સાઈડ બર્થ પર બેસવા માટે સ્પ્લિટ ઓપ્શન હોય છે.
જ્યારે કોઈ મુસાફરે સૂઈ જવું હોય ત્યારે તે સીટને જાેડી દે છે, પરંતુ વચ્ચે ગેપ હોવાથી મુસાફરોને સૂવામાં ઘણી તકલીફ પડે છે. ડિઝાઈનમાં કરાયેલા નવા ફેરફાર પછી હવે મુસાફરોને કમરમાં દુઃખાવાની ફરિયાદ નહીં થાય. નવી ડિઝાઈનમાં સ્પ્લિટ ઓપ્શનની સાથે-સાથે અલગથી એક સ્લાઈડ સીટ અપાઈ છે, જે વિંડો તરફ અપાઈ છે. તેનો મુસાફર પોતાની મરજી મુજબ ઉપયોગ કરી શકશે. જાે મુસાફરોને સૂઈ જવું હશે
તો તેને ખેંચીને ઉપર કરી લેશે, જેનાથી બંને સીટોની વચ્ચેનો ગેપ ઢંકાઈ જશે. ઉલ્લેખનીય છે કે, રેલવ નોન-એસી સ્લીપર અને જનરલ ક્લાસ કોચને અપગ્રેડ કરવાની યોજનાને લઈને કેટલાક મહિના પહેલા આ અહેવાલ આવ્યા હતા. આ સિલસિલમાં અનરિઝર્વ્ડ જનરલ ક્લાસ કોચ અને થ્રી-ટાયર નો એસી સ્લીપર ક્લાસ કોચને ભારતીય રેલવે એસી કોચમાં રી-ડિઝાઈન કરી રહ્યું છે. રેલવેના આ પગલાંથી મુસાફરોને સસ્તામાં એસી ટ્રેનોમાં મુસાફરી કરવાની તક મળશે.