Western Times News

Gujarati News

ચંદ્ર પર ગામ વસાવવા માટે યુરોપિયન એજન્સીની તૈયારી

નવી દિલ્હી: કોઈ જમાનામાં ચંદ્ર પર દુનિયા વસાવવાના વચન અપાતા હતા, પણ આવનારા વર્ષોમાં એ હકીકત બની શકે છે. યુરોપિયન સ્પેસ એજન્સીના એક એક્સપર્ટ તો આવો જ દાવો કરી રહ્યા છે. તાજેતરમાં જ મુન વિલેજ એટલે કે, ચંદ્રના ગામની તસવીરો સામે આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે, આવનારા ૧૦ વર્ષમાં તેનું કામ શરૂ થઈ શકે છે. ઈએસએ એડવાઈઝર એડેન કાઉલીનું કહેવું છે કે ત્યાંના માળખા માટે ચંદ્રની માટીનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે,

જે તેને -૧૯૦ ડિગ્રી સેલ્સિયસના તાપમાન અને રેડિયેશનથી બચાવવાનું કામ કરી શકે છે. ચાર માળના સિલિન્ડરના આકારની ઈમારતોની તસવીરોમાં નીચેના ક્ષેત્રને સ્ટડી એરિયા અને મંગળ પર મિશન મોકલવા માટેના લોન્ચપેડ તરીકે ઉપયોગ કરી શકાશે. ઈએસએના ડાયરેક્ટર જનરલ જૈન વોર્નરનું કહેવું છે કે, તેમનો હેતુ ચંદ્ર પર સ્થાયી બેઝ બનાવવાનો છે, જેનો ઉપયોગ દુનિયાના બીજા દેશ પણ કરી શકશે.

કાઉલીએ કહ્યું કે, હવે સવાલ એ નથી કે, ‘શું’ આવું થઈ શકશે, પરંતુ એ છે કે આવું ક્યારે થશે. કાઉલીએ કહ્યું કે, ‘એવુ કરવુ પડશે કેમકે જાે આપણે ચંદ્ર, મગંળ કે તેનાથી આઘલની જગ્યાને એક્સપ્લોર કરવા ઈચ્છીએ છીએ, તો આપણે આ ટેકનોલોજીના માસ્ટર બનવું પડશે.’

તેઓ ચંદ્રની માટીનો ઉપયોગ એક મીટર પહોળી દીવાલ બનાવવા માટે કરવા ઈચ્છે છે, જેની અંદર એસ્ટ્રોનોટ રહેશે. રોબોટ ચંદ્રની આ માટી એકઠી કરશે. તેમાં કાચ જેવા પાર્ટિકલ હોય છે. ૩ડી પ્રિન્ટરથી તેને ઈંટોમાં બદલવામાં આવશે, જેને તડકામાં સૂકાવા માટે મૂકવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.