રેસ ૩ના ડાયરેક્ટર રેમો ડિસૂઝા રિકવર થઈ રહ્યા છે
મુંબઈ: રેમો ડિસૂઝાની પત્ની લિઝેલ ડિસૂઝાએ ફેન્સને પોપ્યુલર કોરિયોગ્રાફરની હેલ્થ અપડેટ આપી છે. રેસ ૩ના ડાયરેક્ટરના રેમો ડિસૂઝાનો એક વિડીયો લિઝેલે શેર કર્યો છે. જેમાં બિલિવર ગીતના તાલે તેઓ પગ હલાવી રહ્યા છે. લિઝેલ ડિસૂઝાએ હોસ્પિટલમાંથી રેમોનો આ વિડીયો શેર કરીને સૌનો આભાર માન્યો છે. લિઝેલે વિડીયો શેર કરતાં લખ્યું, પગથી ડાન્સ કરવો અલગ બાબત છે અને દિલથી ડાન્સ કરવો બીજી.
પ્રાર્થનાઓ અને આશીર્વાદ માટે તમારા સૌનો આભાર. લિઝેલની આ પોસ્ટ પર વરુણ ધવન, જય ભાનુશાળી, કોરિયોગ્રાફર સીઝર ગોન્ઝાલ્વિસ, મનીષ પોલ, ટેરેન્સ લૂઈઝ સહિતના સેલેબ્સે કોમેન્ટ કરી છે. રેમો ડિસૂઝાની રિકવરી જાેઈને સૌએ હાશકારો અને ખુશીની લાગણી દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બપોરે રેમો ડિસૂઝા પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ અટેક આવ્યો હતો. જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. ૪૬ વર્ષીય કોરિયોગ્રાફરની ખબર જાેવા માટે ધર્મેશ યેલાંદે અને આમિર અલી હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ ઉપરાંત રેમો ડિસૂઝાની ફિલ્મ એબીસીડી ૨ અને સ્ટ્રીટ ડાન્સર ૩ડીમાં કામ કરનારી એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પણ ખબર જાેવા હોસ્પિટલ પહોંચી હતી. શ્રદ્ધા ચૂપચાપ હોસ્પિટલ આવી હતી અને થોડો સમય રોકાઈ હતી. તેણે કોરિગ્રાફર રેમોની પત્ની લિઝેલ પાસે થોડા સમય બેઠી હતી અને તેમને હિંમત આપી હતી. અગાઉ ફિલ્મમેકર અહેમદ ખાને રેમોની હેલ્થ અપડેટ આપી હતી. તેમણે જણાવ્યું હતું, મને ફોન આવ્યો કે રેમોને હોસ્પિટલ લઈ જવાયા છે. અમે સૌ ચિંતાતુર થયા હતા. જાે કે, હવે લેટેસ્ટ માહિતી એ છે કે રેમોની તબિયત સારી છે.
રેમો ડિસૂઝાના અસંખ્ય ફેન્સ અને સેલેબ્સ તેમની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે અમિતાભ બચ્ચને પણ રેમો ઝડપથી સાજા થાય તેના માટે પ્રાર્થના કરી હતી. ટિ્વટર પર એક ફેન દ્વારા વિડીયો શેર કરવામાં આવ્યો હતો જેમાં રેમો ડિસૂઝા પોતે અમિતાભ બચ્ચનને કેટલા મોટા પ્રશંસક છે તે જણાવી રહ્યા છે. ત્યારે આ વિડીયો રિટિ્વટ કરીને બિગ બીએ લખ્યું, ઝડપથી સાજા થાવ તેવી પ્રાર્થના રેમો અને તમારી શુભેચ્છાઓ માટે આભાર.