કપિલ શર્મા ૧૧ કિલો વજન ઉતારીને Fat To Fit થયો
મુંબઈ: ટીવીનાં સૌથી પ્રખ્યાત કોમેડી શો ધ કપિલ શર્મા શોનાં હોસ્ટ કપિલ શર્મા હમેશાં કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. એક સમયે કપિલ શર્મા તેનાં વધેલાં વજનને કારણે ચર્ચામાં હતો. તો હવે તે તેનાં વજન ઉતારવા મામલે ચર્ચામાં છે. હાલમાં જ કપિલ શર્માએ ખુલાસો કર્યો છે કે, તેણે એક બે કિલો નહીં પણ પૂરા ૧૧ કિલો વજન ઉતારી લીધુ છે. તેનું આ ટ્રાન્સફોર્મેશન દરેક તરફ ચર્ચામાં છે.
જાેકે, કપિલ શર્માએ ક્યારેય તેનાં ટ્રાન્સફોર્મેશન અંગે ખુલીને વાત કરી નથી. પણ તેનું ઘટેલું વજન જાેઇને કોઇપણ કહી શકે છે કે તેણે આ વજન ઉતારવામાં ઘણી મહેનત કરી છે. હાલમાં જ, કપિલ શર્માનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કપિલ શર્માએ ખુલાસો કર્યો હતો કે, તેણે ઘણું વજન ઉતારી લીધું છે.
કપિલ શર્માનો આ વીડિયો તેનાં શો પર નજર આવનાર અર્ચના પૂરણ સિંહે બનાવ્યો હતો. જેમાં કપિલ શર્માએ જણાવ્યું હતું કે તેણે કેવી રીતે તેનું વજન ઘટાડ્યું હતું. આ વીડિયોમાં કપિલ શર્મા કહે છે કે તે ૯૨ કિલોનો થઇ ગયો હતો હાલમાં તેનું વજન ૮૧ કિલો છે. એટલે કે તણે ૧૧ કિલો વજન ઘટાડ્યું છે. કપિલ શર્મા શો ઉપરાંત તે સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ છે અને હાલમાં તેનું વજન ઘટાડવા પર અને ફિટનેસ પર સંપૂર્ણ ઘ્યાન આપી રહ્યો છે.