ભારતીય આર્મી ચીફ અને સાઉદી આર્મી ચીફ વચ્ચે ઉમળકાભેર મુલાકાત
નવી દિલ્હી, ઈન્ડિયન આર્મી ચીફ જનરલ મુકુંદ નરવણે એક સપ્તાહના યુએઈ અને સાઉદી અરબના પ્રવાસે છે અને તેમનુ સાઉતી આર્મીના ચીફ જનરલ ફયાદ બિન હામિદે ઉમળકાભેર સ્વાગત કર્યુ છે.
ભારતીય સેનાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બંને સેનાના અધ્યક્ષોની તસવીર પણ મુકવામાં આવી છે.જનરલ નરવણે ભારતના પહેલા સેના અધ્યક્ષ છે જે સાઉદી અરબની અને યુએઈની મુલાકાત લઈ રહયા છે.પાક સેનાના ચીફ માટે આ બંને દેશોની મુલાકાત લેવી સામાન્ય બાબત છે પણ હવે ભારતીય સેના અધ્યક્ષે આ દેશોની મુલાકાત લીધા બાદ પાકિસ્તાનની ઉંઘ ઉડી ગઈ હશે તે સ્વાભાવિક છે.
પાકિસ્તાની મીડિયામાં પણ આ તસવીરોની ચર્ચા થઈ રહી છે.હાલમાં સાઉદી અરબ અને પાકિસ્તાનના સબંધો બગડયા છે અને ભારતના સબંધોમાં ઘણો સુધારો આવ્યો છે.આ બંને મુસ્લિમ દેશો સાથે ભારતની વધી રહેલી નીકટતા પાક સરકારની ઉંઘ ઉડાડી દીધી છે.
પૂર્વ પાક પીએમ શાહિદ અબ્બાસીએ પાક મીડિયાને આપેલી મુલાકાતમાં કહ્યુ હતુ કે, જે દેશો આપણી સાથે સંકટની ઘડીમાં ઉભા રહ્યા હતા તેમની સાથેના સબંધો ખરાબ થવા જોઈએ નહી.ભારતે કેવા સબંધ રાખવા છે તે તેમનો નિર્ણય છે પણ આપણે આપણા સબંધો કેવી રીતે સુધરે તે વિચારવુ પડશે.સાઉદી સાથે આપણા સારા સબંધ નથી તે એક સચ્ચાઈ છે.