નૌસેનાના ટોચના અધિકારી વાઈસ એડમિરલ શ્રીકાંતનુ કોરોનાથી નિધન
નવી દિલ્હી, ભારતીય નૌ સેનાને પોતાના એક ટોચના અધિકારીને કોરોનાના કારણે ગુમાવી દેવા પડ્યા છે.
નૌ સેનાના કહેવા પ્રમાણે વાઈસ એડમિરલ શ્રીકાંતનુ કોરોનાના કારણે સર્જાયેલી સ્વાસ્થ્ય સબંધી તકલીફોના કારણે સોમવારે રાતે નિધન થયુ હતુ.તેમણે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા.તેઓ આ મહિને 31 ડિસેમ્બરે નિવૃત્ત થવાના હતા.ભારતીય નૌ સેનાનો સી બર્ડ પ્રોજેક્ટ તેમના હસ્ત હતો તથા નેશનલ ડિફેન્સ એકેડમીના કમાન્ડન્ટ તરીકે પણ તેમણએ ફરજ બજાવી હતી.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ કહ્યુ હતુ કે, વાઈસ એડમિરલ શ્રીકાંતના અચાનક નિધન પર બહુ દુખ થયુ છે.ભારતીય નૌ સેના માટે તેમણે આપેલા યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.દેશના સંરક્ષણ દળના કોઈ ટોચના અધિકારીનુ કોરોનાના કારણે નિધન થયુ હોય તેવી કદાચ આ પહેલી ઘટના છે.
દરમિયાન ભારતમાં અત્યાર સુધીના કોરોનાના કેસની સંખ્યા 99 લાખને પાર કરી ગઈ છે.જ્યારે 1.43 લાખ લોકો કોરોનાથી દેશમાં મોતને ભેટી ચુક્યા છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 345 મોત થયા છે.