કોરોનાને કારણે સરકાર શિયાળુ સત્ર બોલાવશે નહીં
નવીદિલ્હી, કોરોના વાયરસ મહામારી વચ્ચે સરકારે આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર નહીં બોલાવવાનો નિર્ણય કર્યો છે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જાેશીએ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પત્ર લખી જણાવ્યંુ છે કે તમામ પક્ષોની નેતાઓથી ચર્ચા બાદ સામાન્ય મત બતો કે કોવિડ ૧૯ મહામારીને કારણે સત્ર બોલાવવું જાેઇએ નહીં પત્રમાં લખવામાં આવ્યંુ છે કે સંસદનું બજેટ સુત્ર જાન્યુઆરી ૨૦૨૧માં બોલાવવામાં આવશે.
કોંગ્રેસ નેતા અઘીર રંજન ચૌધરી ઇચ્છે છે કે સંસદનું સત્ર બોલાવવું જાેઇએ જેથી કિસાનોથી જાેડાયેલ મુદ્દા પર ચર્ચા થઇ શકે તથા કાનુનોમાં સુધારો કરી સકાય. પત્રમાં પ્રહલાદ જાેશીએ અધીર રંજન ચૌધરી દ્વારા લોકસભા અધ્યક્ષને લખેલ પત્રનો હવાલો આપતા કહ્યું કે ચોમાસુ સત્રમાં પણ વિલંબ થયો કારણ કે કોરોના મહામારીના કારણે સ્થિતિ અસાધારણ હતી હવે મહામારી પર નિયંત્રણના હિસાબથી ઠંડીના ખુબ દિવસો મહત્વપૂર્ણ હશે અને તાજેતરના સમયમાં કોરોનાના મામલામાં ઉતાર ચઢાવ જાેવા મળ્યો છે ખાસ કરીને દિલ્હીમાં હવે ડિસેમ્બર પણ અડધો પુરો થયો અને વેકસીન પણ તાકિદે આવનાર છે આથી વિવિધ પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓથી ચર્ચામાં સુચન આપવામાં આવ્યું છે કે શિયાળુ સત્ર બોલાવવામાં ન આવે આથી શિયાળુ સત્ર બોલાવાશે નહીં.HS