કોરોનાના કેસમાં વધુ ઘટાડો નવા ૧૧૧૦ કેસ સામે આવ્યા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી રહી છે. ધીમે ધીમે સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થતો હોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ગત ૨૪ કલાકમાં કોવિડ ૧૯ના ૧૧૧૦ કેસ નોંધાયા હતા. જાે કે રાત્રી કરફ્યુ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. રાજ્યમાં ૧૨૩૬ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨૧૨૮૩૯ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૨.૫૭ ટકા થઇ ચુક્યો છે.
રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૪૮૮૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૮૪૪.૩૫ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૮૭૮૦૨૬૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫૩૫૯૨૨ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫૩૫૭૮૯ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૧૩૩ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૨૮૮૧ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૬૧ છે. જ્યારે ૧૨૮૨૦ લોકો સ્ટેબલ છે. ૨૧૨૮૩૯ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૧૯૩ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૧૧ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૮, સુરત કોર્પોરેશન ૨ મહીસાગર ૧ સહિત કુલ ૧૧ દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.SSS