Western Times News

Gujarati News

મોદીએ ૧૯૭૧ યુદ્ધના જાંબાજોને સલામી આપી

૧૬ ડિસમ્બર ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પાકની સામે ૧૯૭૧માં ભારતને જીત મળી હતી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધના ૫૦ વર્ષ પૂરા થવાના અવસર પર બુધવારે રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારકની અમર જ્યોતિથી સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી. વિજય દિવસના પ્રસંગે પીએમ મોદીએ નવી દિલ્હી સ્થિત નેશનલ વૉર મેમોરિયલમાં સ્વર્ણિક વિજય મશાલને પ્રજ્વલિત કરી. વડાપ્રધાને આ દરમિયાન ૧૯૭૧ની યુદ્ધના જાંબાજાેને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. બીજી તરફ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રીય સમર સ્મારક પર સ્વર્ણિક વિજય વર્ષના લૉગોનું અનાવરણ કર્યું. તેની સાથે સમગ્ર વર્ષ સુધી ચાલનારા સ્વર્ણિક વિજય વર્ષ સમારોહની શરૂઆત થઈ ગઈ છે.

વડાપ્રધાન મોદીએ વિજય દિવસના પ્રસંગે વિજય જ્યોતિ યાત્રાને રાજધાની દિલ્હીથી રવાના કરી. વિજય યાત્રામાં ચાર વિજય મશાલ એક વર્ષની અવધિમાં સમગ્ર દેશના છાવણી વિસ્તોરોમાં જશે. તેમાં ૧૯૭૧ યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતા સૈનિકોના ગામ પણ સામેલ છે. આવતા વર્ષે નવી દિલ્હીમાં જ પૂરી થશે.

રક્ષા મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ વિજેતાઓના ગામોની સાથોસાથ ૧૯૭૧ના યુદ્ધ સ્થળોની માટીને નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં લાવવામાં આવશે. નોંધનીય છે કે ૧૬ ડિસમ્બર ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસે પાકિસ્તાનની વિરુદ્ધ ૧૯૭૧માં ભારતને જીત મળી હતી અને એક દેશના રૂપમાં બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યો હતો. રક્ષા મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સમર સ્મારક પર રાત-દિવસ પ્રજ્વલિત રહેનારી જ્યોતિથી વિજય મશાલ પ્રજ્વલિત કરશે.વિજય દિવસના પ્રસંગે કેન્દ્રીય ગૃહ મત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી.

ગૃહ મંત્રી અમિત શાહે ટ્‌વીટ કર્યું કે, ૧૯૭૧માં આજના જ દિવસે ભારતીય સેનાએ પોતાના અદમ્ય સાહસ અને પરાક્રમથી માનવીય સ્વાતંત્રતાના સાર્વભૌમિક મૂલ્યોની રક્ષા કરતાં વિશ્વ માનચિત્ર પર એક ઐતિહાસિક પરિવર્તન કર્યું. ઈતિહાસમાં સ્વર્ણ અક્ષરોથી અંકિત આ શૌર્યગાથા દરેક ભારતીયને ગૌરવ અપાવતી રહેશે. વિજય દિવસની શુભકામનાઓ.

બીજી તરફ, વડાપ્રધાન મોદી ૧૭ ડિસેમ્બરે બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ હસીના સાથે ડિજિટલ માધ્યમથી શિખર મંત્રણા કરશે. બંને નેતા દ્વીપક્ષીય સંબંધોના સંપૂર્ણ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરશે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર નિવેદન અનુસાર, બંને નેતાઓની વચ્ચે મંત્રણાના કેન્દ્રમાં કોવિડ-૧૯ બાદ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા થશે. નિવેદન અનુસાર, બંને દેશોએ નિયમિત રીતે ઉચ્ચ સ્તરીય સંવાદ અને આદાન પ્રદાન ચાલુ રાખ્યા છે અને તેમાં ગત વર્ષ ઓક્ટોબરમાં હસીનાનો ઓફિશિયલ ભારત પ્રવાસ અને માર્ચમાં મુજબી વર્ષના ઐતિહાસિક અવસર પર પીએમ મોદીના વીડિયો સંદેશનો ઉલ્લેખ કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.