પાકમાં એન્ટી રેપ બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી
ઈસ્લામાબાદ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ નવા દુષ્કર્મ વિરોધી અધ્યાદેશને મંગળવારે મંજૂરી આપી દીધી. નવી જાેગવાઈઓ મુજબ દવા આપીને દુષ્કર્મના દોષિતોને નપુંસક બનાવી દેવામાં આવશે. એન્ટી રેપ ઓર્ડિનન્સ-૨૦૨૦ હેઠળ સમગ્ર દેશમાં આવા મામલાઓની સુનાવણી અને તપાસ માટે સિસ્ટમ બનાવવામાં આવશે. કોર્ટોને દુષ્મર્મના મામલાની ઝડપી ટ્રાયલ કરવી પડશે. ઓર્ડિનન્સ મુજબ, સમગ્ર દેશમાં સ્પેશલ કોર્ટ બનાવવામાં આવશે જેથી દુષ્કૃમ પીડિતના મામલાની ઝડપથી સુનાવણી થઈ શકે. આ કોર્ટોને ચાર મહિનામાં સુનાવણી પૂરી કરવાની રહેશે.
નોંધનીય છે કે, નવો કાયદો મોટર-વે ગેંગરેપ બાદ ઊભા થયેલા ગુસ્સાના કારણે લાવવામાં આવ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં કેટલાક લોકોએ બાળકોની સાથે જઈ રહેલી એક વિદેશી મહિલા સાથે કથિત રીતે ગેંગરેપ કર્યો હતો. તેમની કાર હાઇવે પર ખરાબ થઈ ગઈ હતી જેનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકોએ બાળકોની સામે જ માતા સાથે ગેંગરેપ કર્યો હતો. સિંધના કાશમોર જિલ્લામાં મહિલા અને તેની સગીર દીકરી સાથે દુષ્કર્મની ઘટના બાદ વડાપ્રધાન ઈમરાન ખાને નવેમ્બર મહિનામાં ઘોષણા કરી હતી કે સરકાર એન્ટી રેપ ઓર્ડનન્સ લાવશે.
પહેલીવાર કે વારંવાર દુષ્કર્મના અપરાધ કરનારા દોષીને નપુંસક કરવાની જાેગવાઈ રાખવામાં આવી છે. જાેકે, તેના માટે દોષીની સહમતિ પણ લેવી પડશે. તેમાં નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરિટીના માધ્યમથી યૌન અપરાધઓની દેશભરમાં યાદી તૈયાર કરવામાં આવશે. એન્ટી રેપ ક્રાઇસીસ સેલ બનાવવામાં આવશે જે ઘટનાના ૬ કલાકની અંદર પીડિતની મેડિકલ તપાસ માટે જવાબદાર હશે. હવે પાકિસ્તાનમાં પણ દુષ્કર્મ પીડિતની ઓળખ જાહેર નહીં કરવામાં આવી શકે અને આવું કરનારા સામે દંડનીય અપરાધ ઘોષિત કરવામાં આવશે.
સતત યૌન અપરાધ કરનારાને નોટિફાઇડ બોર્ડની સલાહ પર કેમિકલની મદદથી નપુંસક બનાવી દેવામાં આવશે. મામલાની તપાસમાં બેદરકારી રાખનારા પોલીસ અને સરકારી અધિકારીઓને દંડની સાથે ત્રણ વર્ષની જેલ થશે. આ ઉપરાંત ખોટી જાણકારી આપનારા પોલીસ અને સરકારી અધિકારીઓને પણ સજા આપવાની જાેગવાઈ છે. ઈમરાન ખાને ઘોષણા કરી છે કે તેઓ એક ફંડ ઊભું કરશે, જેનો ઉપયોગ સ્પેશલ કોર્ટ બનાવવામાં ઉપયોગમાં લેવાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ તેમાં યોગદાન આપશે. આ કામમાં બિન-સરકારી સંગઠનો, સામાનય લોકોની સાથે લોકલ, નેશનલ અને ઇન્ટરનેશનલ એજન્સીઓની મદદ પણ લેવામાં આવશે.SSS