અનુષ્કાની પ્રેગ્નન્સીની ટિ્વટ ફોલોઅર્સે સૌથી વધુ પસંદ કરી
નવી દિલ્હી, લોકડાઉન દરિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ઓફિશિયલ ટિ્વટર હેન્ડલથી ટિ્વટ કરીને પોતાની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા હતા. સ્ટાર કપલે સોશિયલ મીડિયા પર ૨૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ આ ખબર શેર કરી હતી. વિરાટની આ ટિ્વટ ૨૦૨૦ની સૌથી વધારે પસંદ કરેલ ટિ્વટ બની ગઈ છે. વિરાટ કોહલીએ આ ગૂડ ન્યૂઝ શેર કરતા લખ્યું હતું કે અને ત્યારે જાન્યુઆરી ૨૦૨૧ના રોજ અમે ત્રણ થઈ જઇશું. આ તસવીરમાં અનુષ્કા શર્મા બેબી બંપ સાથે જાેવા મળી હતી. તેણે બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો.
ટિ્વટર ઇન્ડિયાએ જણાવ્યું કે વિરાટ કોહલીની આ પોસ્ટને ૬,૪૫,૦૦૦ લાઇક મળી ચૂક્યા છે. આ સાથે આ પોસ્ટને ૧૨,૨૦૦ વખત રીટિ્વટ કરવામાં આવી છે. આ ૨૦૨૦ની સૌથી વધારે લાઇક કરેલ પોસ્ટ છે. વિરાટ કોહલીના ટિ્વટર પર ૩૯.૫ મિલિયન ફોલોઅર્સ છે. તેના પ્રશંસકો કોહલીને પોસ્ટને વૈશ્વિક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોહલી સ્પોર્ટ્સ વર્લ્ડમાં ભારતનો મોટો સેલિબ્રેટી છે. હાલમાં જ વિરાટ અને અનુષ્કા ઇંસ્ટાગ્રામ પર ૨૫ પ્રભાવશાળી લોકોમાં સામેલ થયા છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આ યાદીમાં ૧૧માં નંબરે છે.
આ લિસ્ટમાં સામેલ ભારતીયોમાં તે પ્રથમ નંબરે છે. જ્યારે બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ૨૪માં સ્થાને છે. તેની દરેક પોસ્ટ પર ૨.૬ મિલિયન વ્યૂ છે. અનુષ્કા શર્મા આઈપીએલ દરમિયાન વિરાટ કોહલી સાથે દુબઈ ગઈ હતી. જ્યાં આરસીબીની ટીમને ચીયર કર્યું હતું. કોહલી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તે એડિલેડમાં ૧૭ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં રમશે. આ પછી અનુષ્કાની સાથે રહેવા સ્વદેશ પરત ફરશે.SSS