જુનૈદની પહેલી ફિલ્મનું નામ મહારાજ હોવાના અહેવાલ
મુંબઈ, અભિનેતા આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન ઘણા સમયથી થિયેટર કરે છે. હવે તે બોલિવૂડમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જુનૈદ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મથી ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ સિધ્ધાર્થ પી મલ્હોત્રા દિગ્દર્શિત પીરિયડ ડ્રામા ફિલ્મ હશે, જેમણે અગાઉ રાણી મુખર્જીની ફિલ્મ ‘હિંચકી’નું નિર્દેશન કર્યું હતું. બોલિવૂડ હંગામાના એક અહેવાલ મુજબ, આ ફિલ્મનું નામ હમણાં મહારાજા રાખવામાં આવ્યું છે. અગાઉ સમાચાર હતા કે ફિલ્મમાં જુનૈદ ખાનની સાથે શરવારી વાઘને પણ કાસ્ટ કરવામાં આવી છે.
હવે સમાચાર પણ આવી રહ્યા છે કે જયદિપ આહલાવત પણ આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં હશે અને તેની ભૂમિકા વિલનની હશે. આ ફિલ્મમાં જયદિપનું નામ જદુનાથજી બ્રિજનાથજી મહારાજ હશે જે તેમની મહિલા ભક્તો સાથે જાતીય શોષણ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ વર્ષ ૧૮૬૨ ના એક કેસ પર આધારિત છે. આ કેસમાં એક રસોઇયાએ વિખ્યાત પત્રકાર અને પરોપકારી કારસનદાસ મુલીજી સામે તેમની સામે લેખો છાપવા અને હિન્દુ ધર્મના વલ્લભાચાર્ય સંપ્રદાયની બદનામી કરવાનો આરોપ મૂક્યો હતો. તે મહારાજ પણ આ પંથના હતા. જાે અહેવાલો માનવામાં આવે તો જુનૈદ આ ફિલ્મમાં પત્રકાર મુલીજીની ભૂમિકા નિભાવશે. મડ આઇલેન્ડમાં સેટ બનાવી ફિલ્મના શૂટિંગ માટેની તૈયારી કરવામાં આવી રહી છે અને તેનું શૂટિંગ ફેબ્રુઆરી ૨૦૨૧ થી શરૂ થઈ શકે છે.SSS