માતાએ જ બાળકના જન્મના બાદ હોસ્પિ.બહાર ફેંકી દીધુ
સુરત, સુરતની સ્મીમેર હૉસ્પિટલમાં બાળકને તેની જ માતા એનઆઈસીયુ વોર્ડમાંથી બહાર લઈ જઈ ગેટ પર મૂકી આવી હતી. જે બાદ બાળક વોર્ડમાં ન હોવાની જાણ થતા સ્મીમેર તંત્રએ સીસીટીવી ચેક કર્યા તો બાળકની માતા જ લઈને જઇને ગેટ પર જ મૂકી જતી દેખાઇ હતી. જેમાં ૩૨ દિવસની સારવાર દરમિયાન બાળકનું ગઇકાલે મોત નીપજ્યું છે. નોંધનીય છે કે, બાળકની માતા માનસિક બીમારીથી પીડાઇ રહી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં રહેતી મહિલાને ગત તારીખ ૧૨મી નવેમ્બરના રોજ પ્રસુતિપીડા થતા સ્મીમેર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. જાકે, મહિલા માનસિક બીમારીથી પીડાતી હોય અને બાળકના જન્મના બીજા દિવસે તેને ફરીથી માનસીક બીમારીનો સ્ટ્રોક આવતા જાતે જ બાળકને વોર્ડના ગેટ પાસે ફેંકી આવી હતી. જેના એક કલાક બાદ ફરી મહિલા ભાનમાં આવતા તેના પતિ અને ડોકટરને બાળક અંગે પૂછતા તેઓ ચોંકી ગયા હતા. જે બાદ મહિલા ગોળગોળ વાતો કરતા ડોકટરને ખ્યાલ આવી ગયો કે, તે માનસિક બીમારીથી પીડાઇ રહી છે. જેથી તેને માનસિક વો઼ર્ડમાં દાખલ કર્યા બાદ તેના પતિને સાથે રાખી બાળકની શોધખોળ કરી હતી. કલાકની શોધખોળ બાદ બાળક સહીસલામત મળી આવ્યું હતું.
બાળકનું વજન ઓછુ હોવાની સાથે શ્વાસની તકલીફ હોવાથી તેને એનઆઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું. ત્યાં ૩૨ દિવસની સારવાર દરમિયાન ગઈકાલે બપોરે બાળકનું મોત નિપજ્યું હતું. જાેકે આ બાળક મોત થતા હોસ્પિટલ તંત્ર દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જાેકે, આ ઘટના પગલે સગી માતા પોતાના બાળક સાથે કરેલ કૃત્ય લઇને હાલ ભારે ચર્ચા ઊભી થવા પામી છે.SSS