ગેરકાયદેસર કતલખાને પશુઓ લઈને જતા વાહન સાથે બે ઈસમોને ઝઘડિયા પોલીસે ઝડપી પાડ્યા
પાંચ પશુઓ અને વાહન મળી કુલ ૩.૨૪ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડીયા ખાતે ત્રણ રસ્તા પર પીકઅપ વાનમાં ગેરકાયદેસર પાંચ ગૌવંશ લઈને જતા બે ઈસમોની પોલીસે અટકાયત કરી હતી.
ઝઘડિયાના ત્રણ રસ્તા પાસેથી તાલુકાના તરસાલી ગામેથી કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે પાંચ જેટલાં ગૌવંશ ને કતલખાને લઇ જતાં ઝડપાયા હતા. ઝઘડિયા પોલીસ દ્વારા ગૌવંશને કબ્જે કરી પાંજરાપોળ ખાતે સુરક્ષિત ખસેડાયા હતા અને તરસાલી ગામના બે ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ઝઘડીયા પોલીસને બાતમી મળી હતી કે એક પીકઅપ બોલેરો ગાડી ગાય,વાછરડા ભરીને ઝઘડિયા તાલુકા માંથી અંકલેશ્વર તરફ જનાર છે.ઝઘડીયા પીઆઈ પી.એચ.વસાવા સ્ટાફ સાથે ઝઘડીયા ત્રણ રસ્તા પર હાજર હતા તે દરમિયાન મળેલ બાતમી મુજબની પીકઅપ બોલેરો ગાડી આવતા તેને રોકીને તપાસ કરતા તેમાં એક ગાય,એક વાછરડો તથા બે વાછરડા, એક નાની વાછરડી મળીને કુલ પાંચ પશુઓ ભરેલા જણાયા હતા.પશુઓ એક બીજા પર પડી ગયેલા હોય,
મુંગા પશુઓને ત્રાસ દાયક રીતે પીક અપ ગાડીમાં ખાસ બનાવેલા હૂક સાથે બાંધી કતલખાને લઈ જવાતા હતા.ઝઘડિયા પોલીસે આ ગેરકાયદેસર રીતે વાહનમાં ગૌવંશ લઈને જતા બે ઈસમોની અટકાયત કરીને પાંચ પશુઓ જેની કિંમત રૂપિયા ૨૪,૦૦૦ અને પીકઅપ ગાડી કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ મળી કુલ ૩,૨૪,૦૦૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો છે.
કતલખાને લઈ જવાતા ગાય સહીત ના કુલ પાંચ પશુ ઓને પાંજરાપોળમાં ખાતે સુરક્ષિત ખસેડાયા હતા.ગેરકાયદેસર રીતે ગૌવંશને કતલખાને લઈ જતા પકડાયેલ ઈસમો (૧) સાજીદશા અશરફશા દિવાન રહે.જરસાડ તા.ઝઘડીયા (૨) જુનેદ ઉસ્માનગની મલેક રહે.ભાલોદ તરસાલી તા.ઝઘડીયા વિરુધ્ધ ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.