Western Times News

Gujarati News

બિહારમાં બધાને ફ્રી કોરોના વેક્સિન, 20 લાખ નોકરી, ચૂંટણી વાયદાને કેબિનેટની મંજૂરી

Files Photo

નવી દિલ્હીઃ બિહારમાં નીતીશ કુમાર સરકારની મંગળવારે બેકિનેટ બેઠક થઈ જેમાં ફ્રી કોરોના વાયરસ આપવાના ભાજપના વાયદા પર મહોર લાગી ગઈ છે. બધા લોકોને ફ્રી કોરોના વાયરસની વેક્સિન આપવાના નિર્ણયને કેબિનેટને મંજૂરી આપી દીધી છે.

કેબિનેટ બેઠક દરમિયાન આગામી 5 વર્ષમાં સુશાસનના કાર્યક્રમ અંતર્ગત આત્મનિર્ભર બિહારના સાત નિશ્ચય પાર્ટ 2ને મંજૂરી મળી ગઈ છે. સાથે સાથે ભાજપના 19 લાખ રોજગારના વચનને પણ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.

બિનેટમાં તે નિર્ણય લેવામાં આવ્યો કે સરકારી અને બિન સરકારી ક્ષેત્રમાં રોજગારના 20 લાખ નવા અવસર ઉભા કરવામાં આવશે. આ સિવાય ભાજપના વધુ એક વચન બિહારના બધા લોકોને ફ્રીમાં કોરોના વાયરસ વેક્સિન આપવાના નિર્ણયને કેબિનેટે લીલી ઝંડી આપી દીધી છે.

નીતીશ કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે તે વાત નક્કી થઈ ગઈ છે કે દેશમાં જ્યારે પણ કોવિડ-19ની વેક્સિન આવશે તો બિહારના લોકોને રાજ્ય સરકાર ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે. સાથે નીતીશ કુમારના સાત નિશ્ચય પાર્ટ 2 કાર્યક્રમને પણ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.

હકીકતમાં નીતીશ કુમાર કેબિનેટની બેઠકમાં મંગળવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા જે અંતર્ગત ચૂંટણી દરમિયાન ભાજપના બે મોટા વાયદાને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. તેમાં ફ્રી કોરોના વેક્સિન અને 19 લાખ લોકોનો રોજગાર આપવાના મુદ્દા સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.